દુબઈમાં ભારતીય સંસ્થાનો રેકોર્ડ,એક કિમી લાંબી લાઈનમાં આપી ઈફ્તાર પાર્ટી

20 May, 2019 07:21 PM IST  |  UAE

દુબઈમાં ભારતીય સંસ્થાનો રેકોર્ડ,એક કિમી લાંબી લાઈનમાં આપી ઈફ્તાર પાર્ટી

દુબઈમાં યોજાઈ સૌથી લાંબી ઈફ્તાર પાર્ટી

ઈસ્લામના પવિત્ર મહિના રમઝાન દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં લોકોને ઈફ્તાર કરાવવાના અભિયાનમાં જોડાયેલી એક સંસ્થાએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે.

જોગિંદર સિંહ સલારિયાની પીસીટી હ્યુમેનિટીએ ગયા શનિવારે અબૂધાબીમાં સૌથી લાંબી ઈફ્તારનું આયોજન કરી આ વિક્રમ બનાવ્યો. આ સંસ્થા શાકાહાર અપનાવવા માટે રોજ ઈફ્તારનું આયોજન કરે છે.

આ પણ વાંચોઃ આ કેરી છે ખાસ: 1 ફળની કિંમત 500 રૂપિયા

ગિનીઝ બુકમાં સામેલ થવા પર સલારિયાએ કહ્યું કે, 'લોકોની જિંદગી બદલવાની અને તેમના ચહેરા પર થોડી ખુશી લાવવાનો અમારા નાનકડા પ્રયાસ વચ્ચે એ રેકોર્ડ બનવો અદ્ભૂત ક્ષણ છે. અમારું મુખ્ય લક્ષ્ય લોકોને શાકાહાર માટે પ્રેરિત કરવાનું છે જેથી તેઓ સ્વસ્થ રહે. અમને ખુશી છે કે અનેક લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે.'

united arab emirates world news