દુબઈમાં બસ અકસ્માતમાં 12 ભારતીય નાગરિકોના મોત, હેલ્પલાઈન નંબર જાહેર

07 June, 2019 02:35 PM IST  | 

દુબઈમાં બસ અકસ્માતમાં 12 ભારતીય નાગરિકોના મોત, હેલ્પલાઈન નંબર જાહેર

અકસ્માત પછી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી

દુબઈમાં ગુરુવારે એક બસને ભયાનક અકસ્માત નડ્યો છે અકસ્માતમાં કુલ 17 લોકોના મોત થયા છે જેમાં 12 ભારતીય છે. બસ ઓમાનથી દુબઈ જઈ રહી હતી ત્યારે રસ્તા પર લાગેલા સાઈનબોર્ડ સાથે અથડાતા અકસ્માત નડ્યો હતો. બસમાં કુલ 31 મુસાફરો હતો. આ જાણકારી દુબઈ પોલીસે આપી હતી. દુર્ઘટના વિશે માહિતી આપતા ભારતીય દુતાવાસે ટ્વિટ કરીને માહિતી આપી હતી અને હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો.

ભારતીય દુતાવાસે ટ્વિટ પર માહિતી આપતા કહ્યું હતું કે, સ્થાનિય અધિકારીયોના તરફથી રિપોર્ટ મળતાની સાથે દુર્ઘટનાની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અમારા અધિકારીઓ મદદ માટે રાશિદ હોસ્પિટલ પહોંચી ગયા છે અને કોઈ પણ જાણકારી માટે તમે અમારા અધિકારી સંજીવ કુમારને +971-504565441 નંબર પર અને અમારી હેલ્પલાઈન નં- +971-565463903 પર સંપર્ક કરી શકો છો.

વાણિજ્ય દૂતાવાસ તરફથી આપવામાં આવતી માહિતી અનુસાર મૃત્યુ પામનાર લોકોમાં 12 ભારતીય છે જેમાં રાજગોપાલન, ફેરોઝ ખાન પઠાણ, રેશમા ફેરોઝ ખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અર્કાવેત્તિલ, કિરન જૉની, વાસુદેવ અને તિલકરામ જવાહર ઠાકુરના નામ સામે આવ્યા છે. દુબઈમાં સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મૃત્યુ આંકમાં હજુ વધારો થઈ શકે છે.

gujarati mid-day