બે વર્ષના ટાબરિયાએ કૅન્સરના દરદીઓ માટે વાળનું દાન કર્યું

06 February, 2021 01:16 PM IST  |  Dubai | Agency

બે વર્ષના ટાબરિયાએ કૅન્સરના દરદીઓ માટે વાળનું દાન કર્યું

તક્ષ

કૅન્સરના દરદીઓને મદદ કરવા માટેના ચૅરિટી કાર્યક્રમના ભાગરૂપે બે વર્ષના એક ભારતીય છોકરાએ યુએઈમાં સૌથી નાની વયે વાળનું દાન આપનાર દાતાઓમાં સ્થાન મેળવ્યું છે.

બે વર્ષ અને ૧૦ મહિનાના તક્ષ જૈનનું નામ ફ્રેન્ડ્સ ઑફ કૅન્સર પેશન્ટ્સ (એપઓસીપી) નામના હેર ડોનેશન કૅમ્પેનમાં નામ નોંધાવનારાં સૌથી નાની વયનાં બાળકોમાં સામેલ છે.

તક્ષની માતા નેહા જૈને જણાવ્યું કે ‘તક્ષની મોટી બહેને ૨૦૧૯માં આ જ હેતુ માટે તેના વાળનું દાન કર્યું હતું, તેના પરથી તક્ષને પ્રેરણા મળી હતી. મારો પુત્ર એ સાંભળતો અને તે અમને કહેવા માંડ્યો કે હું પણ મારી બહેનની માફક વાળ આપવા ઇચ્છું છું. આ વાત મને સ્પર્શી ગઈ અને મેં તેના વાળ વધારવાનું શરૂ કર્યું.

dubai international news