✕

દુનિયાના ત્રણ શક્તિશાળી નેતાઓ પહેલી વાર એક સાથે

19 November, 2026 11:00 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

શેનઝેનમાં શી જિનપિંગ દ્વારા ડોનલ્ડ ટ્રમ્પ અને પુતિનનું ભવ્ય સ્વાગત

શેનઝેનમાં શી જિનપિંગ દ્વારા ડોનલ્ડ ટ્રમ્પ અને પુતિનનું ભવ્ય સ્વાગત

ચીનમાં આજે યોજાનારી એશિયા-પૅસિફિક ઇકૉનૉમિક કોઑપરેશન (APEC) સમિટ પહેલાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું ઍરપોર્ટ પર પોતે હાજર રહીને રેડ-કાર્પેટ સ્વાગત કર્યું હતું, જે ચીનના લાંબા સમયથી ચાલ્યા આવતા રાજદ્વારી શિષ્ટાચારથી એક અલગ અને વિશેષ પગલું હતું. આ સમિટમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન પણ હાજર રહ્યા છે અને ગઈ કાલે આ ત્રણેય નેતાઓ એક ગાલા ડિનર માટે એકઠા થયા હતા. APEC સમિટમાં સૌથી નોંધપાત્ર ઘટના ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિન વચ્ચેની ત્રિપક્ષીય બેઠક છે; આ બેઠક પર વિશ્વના અનેક નેતાઓની ખાસ નજર રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધ વિશે પણ એમાં ચર્ચા થવાની છે. શી જિનપિંગના યજમાનપદે શેનઝેનમાં યોજાનારી APEC સમિટ માટે વિશ્વના નેતાઓ ચીન પહોંચી રહ્યા છે. આ સમિટમાં અનેક મહત્વપૂર્ણ આર્થિક અને રાજદ્વારી મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. 

united states of america us president china vladimir putin xi jinping russia