ડોનાલ્ડ ટ્રમ્પે આ પૉર્ન સ્ટારને ચૂકવવા પડશે 33 લાખ રૂપિયા, જાણો શા માટે

23 August, 2020 06:17 PM IST  |  America | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પે આ પૉર્ન સ્ટારને ચૂકવવા પડશે 33 લાખ રૂપિયા, જાણો શા માટે

ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટોર્મી ડેનિયલ્સ

અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે, એવામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિવાદમાં સપડાયા છે. ટ્રમ્પે એક પૉર્ન સ્ટાર (Porn Star)ને રૂ.33 લાખ ચૂકવવાના છે. આ પૉર્ન સ્ટારનું કહેવું છે કે તેનો ટ્રમ્પ સાથે અફેર હતું. આ બાબતે કોઈને પણ ન જણાવવા માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા. આ બાબતે અમેરિકાની કોર્ટે ટ્રમ્પને આ પૉર્ન સ્ટારને રૂ.33 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સ્ટોર્મી ડેનિયલ્સ (Stormy Daniels) એક પૉર્ન સ્ટાર છે. તેનું કહેવું છે કે, તેનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે સંબંધ હતું. જોકે ટ્રમ્પે આ વાતને ખોટી ગણાવી હતી. પરિણામે 41 વર્ષની ડેનિયલ્સે કેસ કર્યો છે, જે રદ્દ થયો હતો. જોકે કોર્ટે આદેશ આપ્યો કે ડેનિયલ્સના આ કેસમાં જેટલા પૈસા ખર્ચ થયા છે તે ટ્રમ્પે ચૂકવવા પડશે.

કેલિફોર્નિયા (California)ની એક કોર્ટે ટ્રમ્પને રૂ.33 લાખ ચૂકવવાનો આદેશ આપતા આ સર્વ વિગતોની જાણકારી ડેનિયલ્સે ટ્વીટર ઉપર આપી હતી. તેણે ટ્વીટ કર્યું કે, ‘હા, હજી એક જીત!’

ડેનિયલ્સે ટ્રમ્પ ઉપર કેસ કરતા પહેલા એક બુક પણ લખી હતી. જેમાં તેણે ટ્રમ્પ સાથેના સંબંધોની વાત કરી છે. આ બુક પણ ખૂબ ચર્ચામાં રહી હતી.

ડેનિયલ્સનું કહેવું છે કે, ટ્રમ્પ સાથેના સંબંધ બાદ તેણે મને ચૂપ રહેવા માટે પૈસા આપ્યા હતા. એક કરાર કર્યો હતો, જેમાં ટ્રમ્પના વકીલે મને રૂ.97 લાખ આપ્યા હતા. 2006માં મારા ટ્રમ્પ સાથે સંબંધ હતા. જોકે ટ્રમ્પ આ વાતને ખોટી ગણાવી રહ્યો છે.

united states of america donald trump international news