ટ્રમ્પ બાઇડનના શપથ પહેલાં દેશ છોડીને જતાં રહેશે!

06 January, 2021 02:59 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પ બાઇડનના શપથ પહેલાં દેશ છોડીને જતાં રહેશે!

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં એ વાતની અટકળો તેજ થઈ ગઈ છે કે ૨૦ જાન્યુઆરીના રોજ જો બાઇડનના રાષ્ટ્રપતિપદના શપથ લેતા પહેલાં ડોનલ્ડ ટ્રમ્પ દેશ છોડીને જઈ શકે છે. કહેવાય છે કે ડોનલ્ડ ટ્રમ્પ સ્કોટલૅન્ડ જવાની યોજના બનાવી રહ્યા છે. ચૂંટણીમાં હાર બાદથી જ ટ્રમ્પ તેને પચાવી શક્યા નથી અને સતત પરિણામોને લઈ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હવે સ્કોટલૅન્ડમાં ૧૯ જાન્યુઆરીના રોજ ટ્રમ્પ દ્વારા ઉપયોગ કરાતા અમેરિકન સેનાના વિમાનને ઉતારવાની માહિતી બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

સ્કોટલૅન્ડના પ્રેસ્ટવિક અૅરપોર્ટને અમેરિકન સેનાના બોઇંગ ૭૫૭ વિમાનને ૧૯ જાન્યુઆરીના રોજ ઉતારવાની માહિતી અપાઈ છે. આ પેસેન્જર વિમાનનો કયારેક-કયારેક ટ્રમ્પ ઉપયોગ કરે છે. આમ બાઇડનના રાષ્ટ્રપતિ બનતા પહેલાં જ ડોનલ્ડ ટ્રમ્પ સ્કોટલૅન્ડ પહોંચી જશે. આ અટકળો એવા સમય પર આવી જ્યારે અમેરિકામાં કહેવાઈ રહ્યું છે કે ટ્રમ્પ ૨૦૨૪માં ફરીથી ચૂંટણી લડવા અંગે એલાન બાઇડનના શપથવાળા દિવસે રાષ્ટ્રપતિના અૅરફોર્સ વન વિમાનમાં કરશે.એનસીબી ન્યુઝના વરિષ્ઠ પત્રકાર કેન દિલનિઆને ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પ ૨૦૨૪ની સાલમાં ચૂંટણી લડવાની જાહેરાત બાઇડનના શપથના દિવસે કરી શકે છે. આમ ટ્રમ્પ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે નહીં અને તેઓ બાઇડનને વાઇટ હાઉસ બોલાવાની કે તેમને ફોન કરવાની કોઈ યોજના નથી. સ્કોટલૅન્ડના અખબાર ધ હેરાલ્ડના મતે ટ્રમ્પ જે પણ વિમાનમાં ઉડાન ભરે છે તેનો એક ખાસ કોલ સાઇન હોય છે.

international news donald trump joe biden united states of america