સ્થિતિ ન સુધરી તો અમેરિકા ડબ્લ્યુટીઓમાંથી ખસી જશેઃ ટ્રમ્પ

15 August, 2019 04:09 PM IST  |  પેન્સિલવેનિયા

સ્થિતિ ન સુધરી તો અમેરિકા ડબ્લ્યુટીઓમાંથી ખસી જશેઃ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, જો સ્થિતિ ન સુધરી તો અમેરિકા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ)માંથી ખસી જશે, ટ્રમ્પે પેન્સિલવેનિયામાં એક ‘શેલ કેમિકલ પ્લાન્ટ’ના કર્મચારીઓ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘જો અમેરિકાએ ડબ્લ્યુટીઓ છોડવું પડ્યું તો છોડી દેશે. સાથે જ તેમણે ભારતને લઈને પણ આકરું વલણ અપનાવ્યું છે.’

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘વર્ષોથી અમને નુકસાન થઈ રહ્યું છે, પણ હવે આ બધું વધારે નહીં ચાલે. તેમણે ડબ્લ્યુટીઓ પાછળ અનેક પગલાનો ઉલ્લેખ કરતાં તેના પર નિશાન તાક્યું અને તેમાંથી ખસી જવાની ધમકી પણ આપી, સાથે જ તેમણે કહ્યું હતું કે ડબ્લ્યુટીઓ વૉશિંગ્ટનને નજરઅંદાજ ન કરી શકે.’

ડોનલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ પર આગળ વધી રહ્યા છે હવે તેમને ચીનની સાથોસાથ ભારતને લઈને ડબ્લ્યુટીઓમાં વાંધો ઉઠાવ્યો છે. જોકે આ અગાઉ પણ અનેકવાર ટ્રમ્પ ડબ્લ્યુટીઓ પર અમેરિકા સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે અને તેમાંથી હટી જવાની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, વૉશિંગ્ટને ડબ્લ્યુટીઓના નિયમો માનવાની જરૂર નથી.

આ પણ વાંચો : પાકિસ્તાનનો દાવો- કશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર થયું UN, આ તારીખે કરશે બેઠક

હૉંગકૉંગની સરહદે ચીન પોતાનું સૈન્ય ખડકી રહ્યું છે?

હૉંગકૉંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હૉંગકૉંગ એરપોર્ટ પર સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કૅન્સલ કરાતાં અફરાતફરી સર્જાઈ હતી. જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ચીન સરકાર હૉંગકૉંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે. તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ.

donald trump