George Floyed Murder:વ્હાઇટ હાઉસ પાસે કર્ફ્યૂ, ટ્રમ્પને બંકરની મદદ

01 June, 2020 09:54 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

George Floyed Murder:વ્હાઇટ હાઉસ પાસે કર્ફ્યૂ, ટ્રમ્પને બંકરની મદદ

તસવીર સૌજન્ય (નવભારત ટાઇમ્સ)

અમેરિકામાં એક અશ્વેત નાગરિકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બાદ હિંસાએ ભયાવહ સ્થાન લીધું છે. રાજધાની વૉશિંગ્ટન સહિત ઘણાં શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન બેકાબૂ થયા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અંડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા.

જૉર્જ ફ્લૉઇડના મોટ બાદ અશ્વેતોનું પ્રદર્શન ઉગ્ર થતું જા છે. અમેરિકાના 30 શહેર હિંસાની આગમાં ધખી રહ્યા છે. આની અસર રવિવારે વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગઈ. રાજધાની વૉશિંગ્ટનમાં મામલો એટલો વધી ગયો કે મેયરે રાતે 11 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી દીધી. તો વ્હાઇટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શનનો સિલસિલો ચાલું રહ્યો.

વ્હાઇટ હાઉસ પાસે સ્થિતિ બગડી, સીક્રેટ સર્વિસ પણ મૂંઝવણમાં
વ્હાઇટ હાઉસ પાસે પ્રદર્શન કરતી ભીડે એક કચરાપેટીમાં આગ લગાડી દીધી અને પોલીસ સાથે ધક્કામૂક્કી પણ કરી. મામલો એટલો બગડ્યો કે સુરક્ષામાં તહેવાત સીક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં બનેલા સુરક્ષાત્મક બંકરમાં લઈને ચાલ્યા ગયા. જો કે ઘટનાસ્થળે પહોંચેલી વૉશિંગ્ટન પોલીસે વ્હાઇટ હાઉસની આસપાસથી પ્રદર્શનકારીઓને ખસેડી લીધા.

સીક્રેટ સર્વિસના એજન્ટ્સે પહેર્યો દંગારોધી પોશાખ
રવિવારે પણ વ્હાઇટ હાઉસ પાસે સ્થિતિ બગડવાને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકારિક નિવાસ પાસે પ્રદર્શન કરતાં લોકોને ખસેડવા માટે સીક્રેટ સર્વિસ એજન્ટ્સને રૉઇટ ગિયર (દંગારોધી પોશાખ) પહેરવો પડ્યો. નોંધનીય છે કે અશ્વેત વ્યક્તિ જૉર્જ ફ્લૉઇડના મૃત્યુનો વીડિયો વાયરલ થયા પછીથી અમેરિકાના ઘણાં શહેરોમાં શુક્રવારે હિંસક પ્રદર્શનો ચાલું રહ્યા. જેમાં કેટલાક પ્રદર્શનોએ ઉગ્ર રૂપ લીધું અને પોલીસ સાથે પણ પ્રદર્શનકારીઓની મુઠભેડ થઈ ગઈ.

international news united states of america donald trump white house