ડૉક્ટરોના મતે ‘પાગલ’ ડૉનલ્ડ ટ્રમ્પ હૉસ્પિટલની બહાર નીકળ્યા

06 October, 2020 11:37 AM IST  |  Washington | Agency

ડૉક્ટરોના મતે ‘પાગલ’ ડૉનલ્ડ ટ્રમ્પ હૉસ્પિટલની બહાર નીકળ્યા

ડૉનલ્ડ ટ્રમ્પ

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને કોરોના થયો હોવાથી અમેરિકાની લશ્કરી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આમ છતાં, પોતાના સમર્થકોને મળવા હૉસ્પિટલની બહાર નીકળ્યા હતા અને વૉશિંગ્ટન ડીસીના મેરીલૅન્ડ ઉપનગરમાં બેથેસ્ડાના રૉકવીલે પાઇક થઈને પોતાના મોટર કાફલા સાથે ગયા હતા.

ટ્રમ્પને જોઈને તેમના સમર્થકો આનંદમાં આવી ગયા હતા અને હર્ષનાદો કરવા લાગ્યા હતા. ટ્રમ્પે ટ્‌વીટ કરી હતી કે હૉસ્પિટલની બહાર ભેગા થયેલા મારા ચાહકો અને સમર્થકોનું હું અભિવાદન કરું છું.

ડૉક્ટરોએ તો બેધડક કહ્યું હતું કે આ વર્તન પાગલપણા જેવું હતું. આ રીતે કોરોનાગ્રસ્ત વ્યક્તિથી બહાર નીકળાય નહીં. એ બીજા અનેકને ચેપ લગાડી શકે.

united states of america washington donald trump international news