વ્હાઇટ હાઉસના ડૉક્ટરનો દાવો- ટ્રમ્પથી હવે કોઇને કોરોનાનું જોખમ નથી

11 October, 2020 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વ્હાઇટ હાઉસના ડૉક્ટરનો દાવો- ટ્રમ્પથી હવે કોઇને કોરોનાનું જોખમ નથી

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હવે કોરોના સંક્રમિત નથી, વ્હાઇટ હાઉસના ફિઝિશિયન સીન કૉનલે શનિવારે મોડી રાતે આ વાત કહી. તેમણે કહ્યું કે, "આજે સાંજે આ સૂચિત કરતા મને આનંદ થઈ રહ્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને હવે કોઇને કોરોનાનો કોઇ ખતરો નથી." તેમણે કહ્યું કે હવે તે સાર્વજનિક જીવનમાં પાછાં ફરી શકે છે. રાષ્ટ્રપતિને ગયા અઠવાડિયે શુક્રવારથી જ તાવ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના કોવિડ-19 માટે ડૉક્ટર્સની ટીમે જણવ્યું કે તેમની સારવાર પૂરી થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના કોરોના સંક્રમિત થવા વિશે ગયા અઠવાડિયે ખબર પડી હતી અને આ શનિવારે તેના 10 દિવસ પૂરા થઈ ગયા છે. ડૉક્ટર કૉનલે કહ્યું હતું કે શનિવાર સુધી તેમનું સાર્વજનિક જીવનમાં પાછાં ફરવું સુરક્ષિત રહેશે. ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્ટયૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે તે સારું અનુભવે છે અને રેલી કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે, "હું સારું અનુભવું છું, ખૂબ જ સારું. હું તૈયાર છું રેલી કરવા માટે, અને રેલી કરવા માગું છું."

શનિવારના ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની બાલકનીમાં આવ્યા. બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થક હતા. ટ્રમ્પે સમર્થકોની સામે માસ્ક હટાવ્યો. કોરોનામાંથી સ્વસ્થ થયા પછી આ પહેલી વાર હતું, જ્યારે ટ્રમ્પ આ રીતે સાર્વજનિક રીતે સામે આવ્યા. વ્હાઇટ હાઉસની બાલકનીમાંથી બોલતા ટ્રમ્પે કહ્યું, "મને સારું લાગે છે. હું ઇચ્છું છું કે તમને ખબર પડે કે આપણો દેશ આ ભયાનક ચીની વાયરસને હરાવવા જઈ રહ્યો છે." ટ્રમ્પે સેંકડો સમર્થકોને સંબોધિત કર્યું, જેમણે માસ્ક પહેર્યું હતું પણ કાર્યક્રમમાં ખૂબ જ ઓછું સોશિયલ ડિસ્ટેન્સિંગ જોવા મળ્યું. ટ્રમ્પે કહ્યું કે કોરોના ગાયબ થઈ રહ્યો છે.

આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તે હવે કોઇ દવા નથી લઈ રહ્યા. શુક્રવારે ઑન ઍર એક ટેલીવિઝન ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કોરોના સાથે જોડાયેલી પોતાની જંગ વિશે માહિતી આપી. ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું, "હવે હું દવા મુક્ત છું. હવે હું કોઇ દવા નથી લઈ રહ્યો." જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પના કોરાના સંક્રમિત થયા પછી તેમને સારવાર બાદ મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેલાનિયાના સ્વાસ્થ્યમાં પણ પહેલા કરતા ઘણો સુધારો છે.

international news donald trump coronavirus covid19