ડોનલ્ડ ટ્રમ્પ ઇમ્પીચ્ડ : પ્રમુખ બનવા પર આજીવન બૅન મૂકવાની હિલચાલ

15 January, 2021 02:53 PM IST  |  Mumbai | Agencies

ડોનલ્ડ ટ્રમ્પ ઇમ્પીચ્ડ : પ્રમુખ બનવા પર આજીવન બૅન મૂકવાની હિલચાલ

ડોનલ્ડ ટ્રમ્પ ઇમ્પીચ્ડ : પ્રમુખ બનવા પર આજીવન બૅન મૂકવાની હિલચાલ

અમેરિકાના પ્રમુખપદના કાર્યકાળમાં બીજી વખત ઇમ્પીચમેન્ટનો સામનો કરનારા એ દેશના પ્રથમ પ્રમુખ તરીકે રિપબ્લિકન પાર્ટીના ડોનલ્ડ ટ્રમ્પનું નામ નોંધાયું છે. વૉશિંગ્ટનના પ્રધાનો અને અન્ય સત્તાધારીઓનાં નિવાસો અને કાર્યાલયોના વિસ્તાર કૅપિટલ હિલ ખાતે હિંસક વિદ્રોહી કાર્યવાહી માટે ટોળાંને ઉશ્કેરણીના આરોપસર ૧૩ જાન્યુઆરીએ અમેરિકન સંસદે ઇમ્પીચમેન્ટ (સત્તા પરથી ઉતારી મૂકવા)ની દરખાસ્ત પસાર કરી હતી. એ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટની બીજી દરખાસ્ત હતી.
સાંસદો ડેમોક્રૅટિક પાર્ટીના વિજેતા ઉમેદવાર જો બાસડનના વિજયને પ્રમાણિત કરવાની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યારે હિંસક ટોળાં કૅપિટલ હિલ વિસ્તારમાં ધસી ગયાં હતાં અને ભારે તોડફોડ કરી હતી. એ હિંસામાં ચાર જણ માર્યા ગયા હતા. સેનેટમાં ટ્રમ્પના ઇમ્પીચમેન્ટની દરખાસ્ત ૨૩૨ વિરુદ્ધ ૧૯૭ મતે પસાર થતાં હવે સેનેટ ટ્રમ્પને ફક્ત પ્રમુખપદેથી હટાવવા કે ભવિષ્યમાં ક્યારેય પ્રમુખ ન બની શકે એ રીતે ગેરલાયક ઠેરવીને પ્રતિબંધ મૂકવો એ બાબતે ચર્ચા કરીને નિર્ણય લેશે. ટ્રમ્પ વિરોધી માહોલ એટલો તીવ્ર છે કે ૧૦ રિપબ્લિકન સાંસદો વિરોધ પક્ષ ડેમોક્રૅટિક પાર્ટી સાથે સંમત થતાં કહે છે કે જો બાઇડન ૨૦ જાન્યુઆરીએ સત્તાનાં સૂત્રો સંભાળે એ પૂર્વે ‘ખતરનાક ટ્રમ્પ’ને પાઠ ભણાવવો જરૂરી છે.

international news donald trump