ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય, 24 કલાકમાં થશે ટિકટૉક બૅન...

01 August, 2020 02:26 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય, 24 કલાકમાં થશે ટિકટૉક બૅન...

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

ચીન(China) સાથે વધતાં તાણ અને તેના વિરુદ્ધ લાગેલા જાસૂસીના આરોપો દરમિયાન અમેરિકા(America)એ એક મોટો નિર્ણય લીધો છે. ભારત(India)ની જેમ જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ(American president Donald Trump) ટ્રમ્પે નિર્ણય લીધે છે કે દેશમાં ચાઇનીઝ વીડિયો શૅર મોબાઇલ એપ ટિકટૉક(Chinese application TikTok Bann) બૅન કરી દેવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં જ કાર્યકારી નિર્દેશ જાહેર કરવામાં આશે. તો એવા પણ સમાચાર છે કે અગ્રણી ટેક કંપની Microsoft આને અમેરિકામાં ઑપરેશન્સને ખરીદી શકે છે. જણાવવાનું કે ભારતે બે વારમાં અત્યાર સુધી 106 ચાઇનીઝ મોબાઇલ એપ્સ બૅન કરી દીધા છે.

શનિવારે આવી શકે છે આદેશ
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિશે AF1Xએ જણાવ્યું કે જ્યાં સુધી ટિકટૉકની વાત છે, તેને અમેરિકામાં બૅન કરી દેવામાં આવશે અને શક્ય છે કે શનિવારે કાર્યવાહી કરી દેવામાં આવે. આ પહેલા ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે બીજી પણ કેટલીક વસ્તુઓ કરી શકીએ છીએ, અન્ય વિકલ્પ છે પણ ઘણી એવી બાબતો છે તેથી અમે જોશું કે શું થાય છે પણ અમે ટિકટૉકને લઈને વિકલ્પ શોધી રહ્યા છીએ."

માઇક્રોસૉફ્ટ ખરીદી શકે છે
આ વાતની પણ ચર્ચાઓ થઈ રહી છે કે ટિકટૉક અમેરિકામાં ઑપરેશન જાણીતી ટેક્નૉલોજી કંપની માઇક્રોસૉફ્ટ ખરીદી શકે છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલે શુક્રવારે આ વિશે રિપોર્ટ કરી હતી કે માઇક્રોસૉફ્ટ આ દિશામાં વાતચીત કરે છે અને અરબો ડૉલરની ડીલ સોમવાર સુધી નક્કી થઇ શકે છે. આ અંગેની ચર્ચા ટિકટૉકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ, માઇક્રોસૉફ્ટ અને વાઇટ હાઉસના પ્રતિનિધિઓ વચ્ચે થશે. જો કે, જરૂરી નથી કે ડીલ થાય જ અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એવું નથી ઇચ્છતા કે એવી કોઇપણ ડીલ થાય.

international news united states of america china tiktok