ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાની પર્સનલ આસિસ્ટન્ટ પણ કોરોનાગ્રસ્ત

09 May, 2020 10:13 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાની પર્સનલ આસિસ્ટન્ટ પણ કોરોનાગ્રસ્ત

ફાઇલ ફોટો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ (US President Donald Trump)ની દીકરી ઇવાન્કા ટ્રમ્પ (Ivanka Trump)ની પર્સનલ આસિસ્ટન્ટ (Personal Assistant) પણ કોરોના સંક્રમિત છે. આથી વ્હાઇટ હાઉસમાં કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. જોકે, જે અધિકારીને કોરોના વાયરસથી સંક્રમિત આવ્યો હતો તે કેટલાક અઠવાડિયાથી ઇવાન્કાની આસપાસ પણ જોવામાં આવી નહોતી. સીએનએનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે બે મહિનાથી દૂર રહીને જ કામ કરતી હતી.

મળતી માહિતી પ્રમાણે, ઇવાન્કા ટ્રમ્પની પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના ટેસ્ટ સાવચેતી રાખવા કરાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેનામાં કોઇ જ લક્ષણો ન હતા. તો ઇવાન્કા અને તેમના પતિ જેરેડ કુશનર (Jared Kushner)ની ટેસ્ટ પણ નેગેટિવ આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વ્હાઇટ હાઉસમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ (Vice President Mike Pence)ની પ્રેસ સચિવ કૈટી મિલર (Katie Miller) પણ કોરોના પૉઝિટીવ આવી હતી. એટલું જ નહીં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક સૈન્ય સહાયક પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.

નોંધનીય છે કે વ્હાઇટ હાઉસમાં સંક્રમણના વધતાં જતાં કેસ જોતાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ હવે દરરોજ કોવિડ-19ની તપાસ કરાવશે. એટલું જ નહીં હવે દરરોજ વ્હાઇટ હાઉસના અન્ય કર્મચારીઓની કોરોના તપાસ કરાવવામાં આવશે. જો કે ટ્રમ્પ બે વાર કોરોનાની તપાસ કરાવી ચૂક્યા છે અને બન્ને વાર તેમની રિપોર્ટ નેગેટિવ આવી છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વ્હાઇટ હાઉસના અન્ય કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. સાથે જ વ્હાઇટ હાઉસ પણ એ વાતનું ધ્યાન રાખે છે કે કોઈપણ કર્મચારી માસ્ક વગર ન હોય.

ઉલ્લેખનીય છે કે વેસ્ટ વિંગમાં કર્મચારીઓના સતત તાપમાન તપાસવામાં આવે ચે. સાથે જ વિસ્તારને સેનિટાઇઝ પણ કરવામાં આવે છે. તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસને માયો ક્લીનિકમાં જોવામાં આવ્યા હતા.

ivanka trump donald trump white house international news coronavirus covid19