ટ્રમ્પ H-1B વીઝા સસ્પેન્ડ કરવા અંગે કરે છે વિચાર, ભારતીયોને લાગશે ઝટકો

12 June, 2020 04:56 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ટ્રમ્પ H-1B વીઝા સસ્પેન્ડ કરવા અંગે કરે છે વિચાર, ભારતીયોને લાગશે ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1બી (H-1B) વીઝા સસ્પેન્ડ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. જો આમ થાય, તો ભારતને સૌથી વધારે નુકસાન થશે, કારણકે ભારતમાં હજારો આઇટી પેશાવરોનું આ વીઝા દ્વારા કામ કરવાનું સપનું હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં મોટા પાયે બેરોજગારીને ધ્યાનમાં રાખીને એચ-1બી અને કેટલાક અન્ય વીઝા સસ્પેન્ડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

વૉલ સ્ટ્રીટ જર્નલની એક ખબર પ્રમાણે, એચ-1બી અને કેટલાક અન્ય વીઝા માટે આ પ્રસ્તાવ અમેરિકામાં બહારથી આવતાં પ્રૉફેશનલ્સને મોટો ઝટકો આપી શકે છે. 1 ઑક્ટોબરથી શરૂ થનારા સરકારના નવા નાણાંકીય વર્ષમાં વધી શકે છે, જ્યારે ઘણાં નવા વીઝા આપવામાં આવે છે. અખબારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એ માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલાના વીઝા ધારકોના પ્રભાવિત થવાની શક્યતા નથી.

જો કે, વ્હાઇટ હાઉસ તરફથી આ બાબતે સ્પષ્ટતા આપતાં કહેવામાં આવ્યું છે કે, હાલ આ વિષયમાં કોઇપણ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પ્રશાસન વિભિન્ન પ્રસ્તાવો પર વિચાર કરે છે. વ્હાઇટ હાઉસે પોતાના પોતાના નિવેદનમાં આ સમાચારનું ખંડન નથી કર્યું. એવામાં ભારતીય પેશાવરો માટે કોરોના કાળમાં વધુ એક મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.

વૉલ સ્ટ્રીટ જનરલની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન આ સમયે બેરોજગારી મુદ્દે જજૂમી રહ્યું છે. અમેરિતામાં બેરોજગારીનું સ્તર રેકૉર્ડ પાર કરી ચૂક્યું છે. એવામાં સરકાર પર ખૂબ જ દબાણ છે. બીજી તરફથી વિપક્ષ પણ બેરોજગારીના મુદ્દે ટ્રમ્પને ઘેરી રહ્યું છે. એવામાં ટ્રમ્પ પ્રશાસન કેટલાક કડક પગલાં લેવા માટે મજબૂર દેખાય છે.

જો કે, ટ્રમ્પ તર્ક આપી રહ્યા છે કે કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે બહારથી આવનારાની સંખ્યા સીમિત કરવાની જરૂર છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે અમેરિકન્સને નોકરીમાં પ્રાથમિકતા મળવી જોઇએ. ટ્રમ્પ પ્રશાસન એચ-1બી વીઝાની અરજીની કિંમતને પણ વધારવા પર પણ વિચાર કરી રહ્યા છે.

donald trump international news united states of america national news