અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ચીનને ગંભીર ચેતવણી...

20 April, 2020 11:21 AM IST  |  Washington | Agencies

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ચીનને ગંભીર ચેતવણી...

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસથી ચીનમાં સત્તા વાર જાહેર કરાયેલા મૃત્યુઆંક પર આશંકા વ્યક્ત કરી છે. યુએસ પ્રમુખે દાવો કર્યો છે કે ચીનમાં અમેરિકા કરતાં વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ચીન દ્વારા વુહાનમાં સત્તા વાર મૃત્યુઆંકમાં વધુ ૧૩૦૦ લોકોનો વધારો જાહેર કરાયાના બે દિવસ બાદ ટ્રમ્પે આ દાવો કર્યો છે. વુહાનમાં વધુ મૃતકોના આંકની પૃષ્ટિ બાદ ચીનમાં કોરોના વાઇરસથી મૃતકોની સંખ્યા ૪૬૦૦ને પાર થઈ ગઈ છે.

વાઇટ હાઉસ ખાતે પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ‘મૃતકોની બાબતમાં અમેરિકા પ્રથમ ક્રમે નથી, ચીન પ્રથમ ક્રમે છે જે તમે યાદ રાખશો. અમેરિકાની તુલનાએ તેઓ મૃતકોની બાબતમાં આગળ છે.’ ટ્રમ્પના મતે વિકસિત દેશ યુકે, ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમ, ઇટલી અને સ્પેનમાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ હોવા છતાં ત્યાં મૃત્યુદર સૌથી ઊંચો છે, જ્યારે ચીનમાં ફક્ત ૦.૩૩ છે.

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું કે ચીનના સત્તા વાર મૃત્યુના આંકડા અવાસ્તવિક છે. તમે સૌ આ વાત જાણો છું, હું પણ જાણું છે. કોઈ દિવસ હું આ વિશે સમજાવીશ. ટ્રમ્પે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે પશ્ચિમ યુરોપિયન રાષ્ટ્રોની તુલનાએ અમેરિકામાં મૃત્યુનો દર ઘણો નીચો છે.

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો એ જાણીજોઈને કોરોના વાઇરસના ચેપને ફેલાવવા માટે જવાબદાર ગણાશે તો પરિણામનો સામનો કરવા તૈયાર રહે. ટ્રમ્પને કોવિડ-૧૯ના મામલે ચીનનું ભેદી મૌન, રોગ સંબંધિત તથ્યોમાં પારદર્શિતાનો અભાવ અને પ્રારંભિક તબક્કે યુએસ સાથે અસહકાર વલણ વિશે નિરાશા વ્યક્ત કરી છે.

washington international news coronavirus donald trump china covid19