ડોનલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથેની શાંતિવાર્તા રદ કરી

09 September, 2019 10:47 AM IST  |  વોશિંગ્ટન

ડોનલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથેની શાંતિવાર્તા રદ કરી

કાબુલમાં એક અમેરિકી સૈનિકની હત્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે શાંતિ પ્રક્રિયાની વાતચીત તત્કાળ રદ્દ કરી નાખી છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના એક ટ‌્વિટર દ્વારા આપી હતી. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું હતું કે કાબુલમાં એક હુમલામાં અમારા એક મહાન સૈનિક અને ૧૧ લોકોનાં મોત થયાં છે. હું તત્કાળ અસરથી બેઠક રદ્દ કરું છું અને શાંતિ સમજૂતિ પણ બંધ કરું છું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે પોતાની સોદાબાજીની સ્થિતિને મજબૂત કરવા માટે આટલા બધા લોકોને કેવી રીતે મારી શકે?

ટ્રમ્પે આગળ ઉમેર્યું હતું કે તેમણે (તાલીબાન) સ્થિતિને વધારે ખરાબ બનાવી દીધી છે. જો તેઓ આ મહત્ત્વપૂર્ણ શાંતિ વાર્તા દરમિયાન સંઘર્ષ વિરામ માટે સહમત નહીં થાય અને ત્યાં સુધી કે ૧૨ નિર્દોષ લોકોની હત્યા કરી શકે તો કદાચ તેઓ એક સાર્થક સમજૂતિ પર વાતચીત કરવાની ક્ષમતા નથી ધરાવતા. તેઓ હજી વધુ કેટલાં વર્ષ માટે લડવા તૈયાર છે?
ટ્રમ્પે ટ્‌વીટમાં ઉમેર્યું હતું કે તાલિબાનના મોટા ગજાના નેતા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રવિવારે ગુપ્ત રીતે કૅમ્પ ડેવિડમાં તેમને મળવા માટે આવી રહ્યા હતા. આજે રાત્રે તેમણે અમેરિકા આવવાનું હતું, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે લાભ ખાટવા તેમણે આમ કર્યું.

donald trump united states of america afghanistan