ડોનાલ્ડ ટ્રમ્પનાં H-1Bને લગતાં નવા નિયમો, ભારતીય ટેકીઝને પડશે મુશ્કેલી

07 October, 2020 03:30 PM IST  |  Washington DC | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પનાં H-1Bને લગતાં નવા નિયમો, ભારતીય ટેકીઝને પડશે મુશ્કેલી

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે US H-1Bને લગતાં નવા નિયમો જાહેર કર્યાં છે અને આ નિયમ અનુસાર અમેરિકન કર્મચારીઓને રોજગારીના વધુ મોકા મળશે અને ઇમિગ્રેશન પર લગામ લગાડાશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે US H-1Bને લઇન નવી જાહેરાત કરી છે.

દર વર્ષે યુએસએ 85000 H-1B વિઝા આપે છે અને આ વિઝાની મદદથી વિદેશના સ્કિલ્ડ વર્કર્સ અમેરિકા કામ કરવા પહોંચી શકે છે. એક ધારણા અનુસાર નવા નિયમોને પગલે ભારતીય ટેક પ્રોફેશનલ્સને મુશ્કેલી પડશે અને તેમને સૌથી વધુ નુકસાન થશે. 5 લાખ અમેરિકન્સ આ રોગચાળા દરમિયાન H-1B નોન ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે બેરોજગાર થઇ ગયા છે.

અમેરિકન સરકારી ડેટા અનુસાર અમેરિકા દ્વારા જેટલા H-1B વિઝા જાહેર કરાય છે તેમાંથી 70 ટકા વિઝા ભારતીય પ્રોફેશનલ્સને જ અપાય છે અને નવા નિયમોના અમલીકરણ પછી આમાંથી એક તૃતિયાંશ ભારતીયો આ વિઝા મેળવવાની યાદીમાંથી છટણીનો ભોગ બનશે અને તેમને વિઝા નહીં મળે.

H-1B, આપણે જાણીએ છીએ તેમ વિશેષ કામ માટે અપાતો વિઝા છે અને તે ટુરિસ્ટ વિઝા નથી. અમેરિકી કંપનીઓ બીજા દેશનાં લોકોને તેમની આવડતને આધારે નિયુક્ત કરે છે અને ત્યારે તેમને આ વિઝા અપાય છે. દર વર્ષે અમેરિકાની આઇટી કંપનીઝમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીને આ વિઝા હેઠળ પોતાના દેશમાં કામ કરવા બોલાવે છે. જો કોઇ કંપની કર્મચારી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ અટકાવી દે તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે કર્મચારીએ 60 દિવસોમાં જ નવી કંપનીમાં નોકરી શોધવી પડે છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ અનુસાર H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળે છે.

donald trump international news