ડોનાલ્ડ ટ્રમ્પ : ટ્વીટ કરી કરીને ચંદ્ર પર જઇએ છીએ કહેવાનું બંધ કરે નાસા

09 June, 2019 03:36 PM IST  | 

ડોનાલ્ડ ટ્રમ્પ : ટ્વીટ કરી કરીને ચંદ્ર પર જઇએ છીએ કહેવાનું બંધ કરે નાસા

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

યૂરોપના પ્રવાસથી પાછા ફરતી વખતે 'એર ફોર્સ વન'થી ટ્ર્મ્પે ટ્વીટ કર્યું, "અમે આના પર પૈસા ખર્ચ કરીએ છીએ અને નાસાએ એવું ન કહેવું જોઇએ કે અમે ચંદ્ર પર જઇ રહ્યા છીએ, જ્યારે અમે તો આ 50 વર્ષ પહેલા જ કરી ચૂક્યા છીએ."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરીને નાસા પર તાડૂક્યા છે કે નાસા એ કહેવાનું બંધ કરવું જોઇએ કે તે (નાસા) ચંદ્ર પર જાય છે. તેમનું કહેવું છે કે જ્યારે તેમના પ્રશાસને 2024 સુધી બીજીવાર ચંદ્ર પર ઉતરવાનું લક્ષ્ય તૈયાર કર્યું છે ત્યારથી આને કારણે ભ્રમની સ્થિતિ નિર્માઇ છે.

યૂરોપથી પાછા ફરતી વખતે 'એર ફોર્સ વન'થી ટ્ર્મ્પે ટ્વીટ કર્યું, "અમે આના પર પૈસા ખર્ચ કરીએ છીએ અને નાસાએ એવું ન કહેવું જોઇએ કે અમે ચંદ્ર પર જઇ રહ્યા છીએ, જ્યારે અમે તો આ 50 વર્ષ પહેલા જ કરી ચૂક્યા છીએ."

ટ્રમ્પે કહ્યું કે, "અમે જે કંઇ મોટું કરીએ છીએ તેના પર તેમણે ધ્યાન આપવું જોઇએ, જેમ કે મંગળ(ચંદ્રની યાત્રાનો એક ભાગ છે), રક્ષા અને વિજ્ઞાન."

જો કે ટ્ર્મ્પના આ ટ્વીટનો ખરો અર્થ અનિશ્ચિત છે. પણ ટ્વીટથી એવું લાગે છે કે તે અમેરિકન એજન્સીને કહે છે કે અત્યારે તેણે મંગળ અભિયાન પર ધ્યાન આપવું જોઇએ અને ચંદ્ર અભિયાન આ દિશામાં એક ડગલું આગળ વધારવા જેવું છે.

આ પણ વાંચો : હવે માલદીવ્ઝ ફેરીમાં પણ જઈ શકાશે, કોચીથી શરૂ થશે ફેરી

ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે એપ્રિલ 2024 સુધી ચંદ્ર પર ફરી જવાની યોજનાની જાહેરાત કરી હતી. જો કે, કેટલાક વિશેષજ્ઞોને આ અભિયાનના સમયસર પૂરા થવા પર આશંકાઓ છે.

nasa donald trump united states of america