કૂતરો બન્યો બસડ્રાઇવર

22 November, 2011 10:20 AM IST  | 

કૂતરો બન્યો બસડ્રાઇવર

 

 

જર્મન કુલી પ્રજાતિના બે વર્ષના એક કૂતરાએ તેના માલિકની ગેરહાજરીમાં ડબલ ડેકર બસ ડ્રાઇવ કરી હતી.

ડબલ ડેકર બસનો માલિક રિચર્ડ મૅક્કોર્મેક તેના પાળેલા કૂતરા વુડલીની આવી ટૅલન્ટ જોઈને આશ્ચર્યા ચકિત થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે ‘હું મારું મોબાઇલ હોમ લઈ બહારગામ જવાની તૈયારી કરી રહ્યો હતો. એ પહેલાં હું થોડા કામ માટે બહાર નીકળ્યો હતો. હું બસ ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે વુડલી મારી બાજુમાં બેઠો હતો. હું થોડા કામ માટે બસ સાઇડમાં પાર્ક કરી બસમાંથી ઊતર્યો ત્યારે વુડલી ડ્રાઇવરની સીટ પર બેસી ગયો અને મારી નકલ કરવા માંડ્યો હતો. હું આ તમામ બાબતથી સાવ અજાણ હતો.’

તેણે સમગ્ર ઘટના સમજાવતાં કહ્યું હતું કે ‘હું જ્યારે પાછો આવ્યો તો બસ એ જગ્યાએ નહોતી. મેં જોયું કે એ આગળ જઈ રહી હતી. એ દરમ્યાન ફિલ ન્યુટન નામની એક વ્યક્તિએ બસની વિન્ડોમાંથી અંદર ઘૂસીને હૅન્ડબ્રેક દબાવી દીધી હતી અને વુડલીને બસ આગળ લઈ જતો અટકાવ્યો હતો.’

સેલ્સ અસિસ્ટન્ટ તરીકે કામ કરતા ફિલ ન્યુટને કહ્યું હતું કે ‘મેં જોયું તો મને વિશ્વાસ જ નહોતો બેઠો. એક કૂતરો એના આગળના બે પગ સ્ટિયરિંગ પર રાખીને બસ ચલાવી રહ્યો હતો.’