સઊદીના ક્રાઉન પ્રિન્સે જ આપ્યા હતા પત્રકાર ખશોગીને મારવાના આદેશ!

08 February, 2019 07:46 PM IST  | 

સઊદીના ક્રાઉન પ્રિન્સે જ આપ્યા હતા પત્રકાર ખશોગીને મારવાના આદેશ!

કોણે આપ્યા ખશોગીને મારવાના આદેશ?

સઊદી અરબ મૂળના અમેરિકાના પત્રકાર જમાલ ખશોગીની હત્યાને લઈને અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં નવો ખુલાસો થયો છે. એજન્સીની રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખશોગીની હત્યાના લગભગ એક વર્ષ પહેલા સઊદી ક્રાઈન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને ખશોગીની ગોળી મારીને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. ન્યૂયૉર્ક ટાઈમ્સની રિપોર્ટ અનુસાર આ આદેશ 2017માં આપવામાં આવ્યો હતો. ક્રાઉન પ્રિંસનું કહેવાનું હતું કે જો ખશોગી આરામથી સઊદી અરબ પાછા નહીં આવે તો તેમને પરાણે પાછા લાવવામાં આવશે. ક્રાઉન પ્રિંસનું કહેવાનું હતું કે જો તે પાછા આવીને સરકાર સાથે પોતાના વિવાદો ખતમ ન કરે તો તેમને ગોળી મારી દેવામાં આવે. આ વાતચીતને અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ઈન્ટરસેપ્ટ કરી છે. મહત્વનું છે કે પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને 2018ના પર્સન ઑફ ધ યર માટે જે ચાર પત્રકારોની પસંદગી કરી હતી તેમાં એક ખશોગી પણ હતા.

આ રીપોર્ટમાં એક બીજી પર ખાસ વાત નીકળીને આવી તે એ છે કે સપ્ટેમ્બર 2017માં ક્રાઉન પ્રિંસે ખાસ સહયોગી તુર્ખી એલદાખિલ સાથે મુલાકાત કરી હતી. આ એ જ સમય હતો જ્યારે ખશોગીએ વોશિંગ્ટન પોસ્ટમાં પોતાની કૉલમ શરૂ કરી હતી. અમેરિકાના એનએસએએ આ ગુપ્તચર રિપોર્ટને બીજી એજન્સીઓ સાથે પણ શેર કર્યો છે. આ સાથે આ મામલે અમેરિકાના વિદેશી સહયોગીઓ પાસેથી પણ ક્રાઉન પ્રિંસને લઈને જાણકારી ભેગી કરવામાં આવી રહી છે.

આ રીપોર્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે ખશોગીની હત્યાને લઈને પહેલા પણ ક્રાઉન પ્રિન્સ પર આંગળી ઉઠાવવામાં આવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ખશોગીની હત્યા ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ તુર્કીમાં આવેલા સાઉદી અરેબિયાના કાઉંસલેટમાં કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવવા ગયા હતા. તેમના મૃતદેહના ટુકડા ટુકડા કરી નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને આખી દુનિયામાં સઊદી અરબની સરકારની ખૂબ જ આલોચના થઈ હતી.

ખશોગીની હત્યા બાદ તુર્કીના એક ટીવી ચેનલે સાઉદીના પત્રકાલ જમાલ ખશોગીની હત્યાને સંબંધિત એક સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. જેમાં ત્રણ લોકો ઈસ્તાંબુલમાં આવેલા સઊદી અરબના વાણિજ્ય દૂતના ઘરમાં પાંચ સૂટકેસ અને બે કાળા મોટા બેગ લઈને જતા જોવા મળી રહ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર હત્યા બાદ મૃતદેહના ટુકડાઓને એસિડમાં નાખીને ઓગાળી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, બંને દેશોના સંબંધો પર આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ

ખશોગીનો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તુર્કી સ્થિત સઊદી અરબના વાણિજ્ય દુતાવાસમાં પોતાના કામ માટે ગયા બાદ તેઓ ગાયબ થઈ ગયા હતા. સઊદીએ તેમના લાપતા થવા પાછળ પોતાનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ બાદમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું મોત થઈ ચુક્યું છે. આ ઘટના બાદ પશ્ચિમી દેશો અને સઊદી અરબ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ખશોગીના મામલે ટાઈમ મેગેઝીને તો ત્યાં સુધી કહ્યુંકે સઊદી પત્રકારે પોતાના દેશની સરકાર સાથે અસહમત થવાની હિંમત કરી. તેમણે વિશ્વને એ સચ્ચાઈ જણાવી, જે સાચું બોલનારાઓની સામે ત્યાં અપવાવવામાં આવતું હતું. અને એટલે જે તેમની હત્યા કરી દેવામાં આવી.

saudi arabia