ડેન્માર્કમાં વધુ મહેનત કરનારા એક વિદ્યાર્થીને દેશમાંથી કાઢી મુકાયો

15 January, 2016 05:33 AM IST  | 

ડેન્માર્કમાં વધુ મહેનત કરનારા એક વિદ્યાર્થીને દેશમાંથી કાઢી મુકાયો


જોકે કૅમેરૂનથી આવેલા એક વિદ્યાર્થીને ડેન્માર્કની એક યુનિવર્સિટીમાં કંઈક અવળો જ અનુભવ થયો. વધુ મહેનત કરવાને કારણે ૩૦ વર્ષના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ મારિયસને સરકારી આદેશ મુજબ ડેન્માર્ક છોડીને જવું પડ્યું. સરકારનું કહેવું હતું કે તેને પાર્ટટાઇમ કામ કરવાની જ છૂટ હતી, જ્યારે તેણે નિર્ધારિત કલાકો કરતાં વધુ કામ કરી લીધું હતું. યુરોપીય દેશોમાં ડેન્માર્ક ટૂરિસ્ટો પ્રત્યે સખત વલણ માટે જાણીતું છે. સરકારે એવા કડક નિયમો બનાવ્યા છે જેથી વિદેશીઓ એમ જ આવીને હંમેશ માટે ત્યાં અડ્ડો જમાવી ન દે. મારિયસ ભણવાની સાથે-સાથે પાર્ટટાઇમ ક્લીનરનું કામ કરતો હતો. એમાં ક્યારેક કામના નિર્ધારિત ૧૫ કલાક પ્રતિ વીકના બદલે કલાકો વધી જતા હતા. આ ભાઈની વધુ મહેનત ડેન્માર્કની નીતિ વિરુદ્ધ હતી એટલે તેને દેશમાંથી તરત જ નીકળી જવાનું ફરમાન કરી દેવામાં આવ્યું.