અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

20 October, 2012 06:18 AM IST  | 

અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

અમેરિકાની ફેડરલ હેલ્થ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૧૬ જેટલાં રાજ્યોમાં આ રોગચાળો ફેલાયો છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દવાઓમાં ભેળસેળના કારણે આ રોગચાળો ફેલાયો હોઈ શકે છે. એફડીએ દ્વારા આ બાબતે એકસાથે અનેક રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તારણો મુજબ કેટલાક દરદીઓને ભેળસેળવાળાં સ્ટેરૉઇડનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં જેના કારણે આ રોગ ફેલાયો હતો. મેનિન્જાઇટિસના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અગાઉ ક્યારેય આ પ્રકારનું ઇન્ફેકશન જોવામાં આવ્યું નથી. રોગના નિદાન અને સારવાર માટે અમેરિકાના ટોચના એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.