ફાઇઝરની રસી લગાવ્યાના ૧૬ દિવસમાં મયામીનાં ડૉક્ટરનું મોત

09 January, 2021 02:35 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ફાઇઝરની રસી લગાવ્યાના ૧૬ દિવસમાં મયામીનાં ડૉક્ટરનું મોત

ફાઈલ તસવીર

હાલ સમગ્ર દુનિયામાં વૅક્સિન આવવાથી કોરોના સામે થોડીક રાહત જણાઈ છે. એવામાં ફાઈઝર નામની વૅક્સિનના એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના મયામી શહેરમાં ડૉક્ટર ગ્રેગરી માઈકલ (૫૬ વર્ષ)નું કોરોના વાઇરસની વૅક્સિન લગાવ્યાના ૧૬ દિવસ પછી મોત થયું છે. ડૉક્ટરના પત્નીના જણાવ્યા પ્રમાણે વૅક્સિન લગાવ્યા પહેલાં તે એકદમ સ્વસ્થ હતા. તેમના શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી. તો આ તરફ કંપનીએ કહ્યું કે ગ્રેગરીનું મૃત્યુ સામાન્ય સ્થિતિમાં થયું છે અને કંપની આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ડૉક્ટરના પત્નીએ જણાવ્યું કે ડૉક્ટર ગ્રેગરી પૂરી રીતે સ્વસ્થ હતા. તે સિગારેટ પણ નહોતા પીતા. ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા. તે વ્યાયામ કરતા હતા. તેમણે મારા પતિની બધી તપાસ કરી. કૅન્સરની પણ તપાસ કરી હતી, તેમના શરીરમાં કોઈ તકલીફ નહોતી. તેમનાં મોત અંગે ફાઇઝર કંપનીએ કહ્યું કે ડૉક્ટર ગ્રેગરીનું સામાન્ય સ્થિતિમાં મોત થયાની માહિતી છે તેમ છતાં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

coronavirus covid19 international news