દાઉદના કોરોના પૉઝિટીવ રિપોર્ટ્સની વાતને ભાઇ અનીસ ઇબ્રાહિમે આપ્યો રદિયો

05 June, 2020 08:38 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

દાઉદના કોરોના પૉઝિટીવ રિપોર્ટ્સની વાતને ભાઇ અનીસ ઇબ્રાહિમે આપ્યો રદિયો

દાઉદ ઇબ્રાહિમ

વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ સમાચારને પાકિસ્તાનમાં ડી કંપની ચલાવતાં દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે રદિયો આપ્યો છે.

રિપોર્ટ પ્રમાણે દાઉદના સુરક્ષાકર્મીઓને તથા અન્ય સ્ટાફને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા. નોંધનીય છે કે રિપોર્ટમાં દાઉદની પત્ની મહજબીનનો રિપોર્ટ પણ કોરોના પૉઝિટીવ આવ્યો તેવા સમાચાર છે. દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવે છે. ટૉપ સૂત્રો પ્રમાણએ આ સમાચાર સંપૂર્ણપણે સાચાં છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે કરાચીની મિલિટ્રી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યારે દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમ જે પાકિસ્તાનમાં ડી કંપની ચલાવે છે તેણે દાઉદના કોરોના પૉઝિટીવ હોવાની વાતને નકારી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઘણાં સમયથી દાઉદ ઇબ્રાહિમ પોતાના પરિવાર સાથે છુપાઇને વસી રહ્યો છે. ભારતે ઘણીવાર આ બાબતની સાબિતી આપી છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને તેમ છતાં પાકિસ્તાન આ વાત માનવાની ના જ પાડે છે.

મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસ હવે દાઉદ ઇબ્રાહિમ સુધી પહોંચી ગયું છે સમાચારને અનીસ ઇબ્રાહિમે આ વાત નકારી છે કે તેના ભાઈ દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્ની મહજબીનમાં કોરોનાના લક્ષણો મળ્યા છે. દાઉદ ઇબ્રાહિમ અને પત્ની મહજબીનને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને તેમના ઘરમાં કામ કરતાં બધાં જ કર્મચારીઓને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

જાણો કોણ છે દાઉદ ઇબ્રાહિમ
દાઉદ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. દાઉદ 1993માં થયેલા મુંબઇ બૉમ્બ બ્લાસ્ટનું માસ્ટરમાઇન્ડ છે અને અંડરવર્લ્ડ ડૉન છે. અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ વિશે સમગ્ર વિશ્વ જાણે છે. પણ તેના પરિવાર વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે. કારણકે તેને પરિવારને હંમેશાં લોકોના ધ્યાનથી દૂર રાખ્યું છે. દાઉદની પત્નીનું નામ મહજબીન ઉર્ફ ઝુબીના ઝરીન છે. દાઉદ અને ઝુબીનાના ચાર બાળકો છે. ત્રણ દીકરીઓ માહરુખ, માહરીન અને મારિયા તો એક દીકરો જેનું નામ મોઈન છે.

dawood ibrahim international news Crime News coronavirus covid19