કોઈ દેશનો પ્રમુખ આખા શરીરે ટૅટૂ ધરાવતો હોય એવું પહેલી વાર બનશે

23 September, 2012 05:23 AM IST  | 

કોઈ દેશનો પ્રમુખ આખા શરીરે ટૅટૂ ધરાવતો હોય એવું પહેલી વાર બનશે

યુરોપિયન દેશ ચેક રિપબ્લિકમાં ૨૦૧૩માં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાવાની છે. એમાં ૫૩ વર્ષના વ્લાદિમીર ફ્રેન્ઝની જીતવાની પૂરેપૂરી શક્યતા છે. ચેક યુનિવર્સિટીમાં ડ્રામા અને થિયેટરના પ્રોફેસર એવા વ્લાદિમીર ફ્રેન્ઝના શરીરના ૯૦ ટકા ભાગ પર ટૅટૂ ચીતરાવેલાં છે. હાલના પ્રમુખ વેકલેવ ક્લાઓસને સ્થાને તેઓ પ્રમુખ બને એવા ૧૦૦ ટકા ચાન્સ છે. ક્લાઓસ ૨૦૦૩થી ચેક રિપબ્લિકના પ્રમુખ છે અને હવે દેશના લોકોમાં તેમની વિરુદ્ધ ભારે નારાજગી છે. એની સામે વ્લાદિમીર ફ્રેન્ઝની લોકપ્રિયતામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ફ્રેન્ઝ પોતે કાયદાના સ્નાતક છે, પણ કળા પ્રત્યેના લગાવને કારણ તેમણે નાટકનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. હાલમાં જ હજારોની સંખ્યામાં લોકોએ પત્ર લખીને ફ્રેન્ઝને પોતાનું સમર્થન આપ્યું હતું.