21 September, 2025 09:34 AM IST | London | Gujarati Mid-day Correspondent
બેલ્જિયમના બ્રસેલ્સ ઍરપોર્ટ પર અંધાધૂંધી
યુરોપનાં કેટલાંક ઍરપૉર્ટ્સ પર શનિવારે સાઇબર-અટૅકને કારણે અફરાતફરી મચી ગઈ હતી. એને કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી અને અનેક ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી. આખરે મૅન્યુઅલ મોડમાં ચેક-ઇન અને બોર્ડિંગ-સિસ્ટમ પર કામ ચલાવીને ભીડને નિયંત્રિત કરવી પડી હતી.
શનિવારે લંડનના હીથ્રો, જર્મનીના બર્લિન અને બેલ્જિયમના બ્રસેલ્સ ઍરપોર્ટ પર સાઇબર-અટૅક થતાં ઑનલાઇન સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. બ્રસેલ્સ ઍરપોર્ટે જાહેર કર્યું હતું કે આ સાઇબર-અટૅક એ કંપની પર થયો હતો જે દુનિયાની ઘણી ઍરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ-સિસ્ટમ પ્રોવાઇડ કરે છે.
લંડન, બર્લિન અને બ્રસેલ્સ સિવાય બીજાં યુરોપિયન ઍરપોર્ટ પર થોડી વાર માટે જ સિસ્ટમમાં ગરબડી જણાઈ હતી અને તરત જ કાર્યરત થઈ ગઈ હતી.