મંગળ ગ્રહ પર પહોંચેલું નાસાનું ક્યુરિયોસિટી રોવર થશે હૅક?

17 August, 2012 08:44 AM IST  | 

મંગળ ગ્રહ પર પહોંચેલું નાસાનું ક્યુરિયોસિટી રોવર થશે હૅક?

 

 

મંગળ ગ્રહ પર જીવનની શક્યતા તપાસવા માટે અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ મોકલેલું ક્યુરિયોસિટી રોવર પણ હૅક કરવામાં આવે એવી શક્યતા છે. ન્યુ યૉર્કની એક સિક્યૉરિટી કંપનીએ દાવો કર્યો છે કે ઍનોનિમસને નામે કુખ્યાત હૅકર્સ ગ્રુપના સભ્યો અત્યારે ક્યુરિયોસિટી રોવરને હૅક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યુ યૉર્કની કંપનીએ દાવો કર્યો હતો કે એણે હૅકર્સ ગ્રુપનો એક મેસેજ આંતર્યો છે. હૅકર્સે એકબીજાને મોકલેલા આ મેસેજમાં ક્યુરિયોસિટી રોવર સાથે સંપર્ક સાધવા માટે નાસા જે કન્ટ્રોલ સિગ્નલ્સનો ઉપયોગ કરે છે એના વિશે માહિતી માગવામાં આવી હતી. અમેરિકાના હૅકર્સે સ્પેનના શહેર મૅડ્રિડ તથા ઑસ્ટ્રેલિયાના કૅનબેરા શહેરના હૅકર્સ પાસેથી નાસાના સિગ્નલ્સ વિશે ઇન્ફર્મેશન માગી હતી.

 

નાસા =NASA =  નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન