અમેરિકામાં ઑક્ટોબર સુધીમાં કોવિડ વૅક્સિન આવશે, ફ્રીમાં અપાશે : ટ્રમ્પ

18 September, 2020 02:58 PM IST  |  Mumbai | Agencies

અમેરિકામાં ઑક્ટોબર સુધીમાં કોવિડ વૅક્સિન આવશે, ફ્રીમાં અપાશે : ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ

આખી દુનિયા કોરોના વાઇરસથી પરેશાન છે અને દરેક દેશ એની રસી શોધી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે તેમના દેશમાં સૌથી પહેલાં રસી તૈયાર થઈ જશે. ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે રસી ઑક્ટોબર સુધીમાં માન્ય કરવામાં આવશે, ત્યાર બાદ  જાન્યુઆરીથી એનો ઉપયોગ શરૂ કરશે. આ માટે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા એક યોજના પણ રજૂ કરી દીધી છે કે લોકોને કેવી રીતે રસી આપવામાં આવશે.
ટ્રમ્પે વાઇટ હાઉસ ખાતે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન જાહેરાત કરી કે કોરોનાની રસી બધા અમેરિકનોને વિનામૂલ્યે આપવામાં આવશે, જેના માટે જાન્યુઆરીથી ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ તમામ રાજ્યો સાથે મળીને એને નાની હૉસ્પિટલો સુધી પહોંચાડવાનું કામ કરશે.
ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્લાન મુજબ જાન્યુઆરી બાદ શરૂઆતના થોડાક સમય માટે રસી નિશ્ચિત માત્રામાં આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ એને વધારી દેવામાં આવશે. દરદીને રસીના બે ડોઝ આપવામાં આવશે, જે ૨૧થી ૨૮ દિવસના તફાવતમાં અપાશે. બન્ને ડોઝ રસી બનાવતી એક જ કંપનીમાંથી હશે.

international news donald trump coronavirus covid19