ભારતમાં 20 મે સુધીમાં ખતમ થઈ જશે કોરોના: સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ

27 April, 2020 07:42 AM IST  |  Singapore | Agencies

ભારતમાં 20 મે સુધીમાં ખતમ થઈ જશે કોરોના: સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. તેનું સંક્રમણ ક્યારે ખતમ થશે તેને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન સિંગાપોરની એક યુનિવર્સિટીએ સારા સમાચાર આપ્યા છે. ડેટા સાયન્સના માધ્યમથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૨૦ મેની આસપાસ કોરોના વાઇરસ ખતમ થઈ શકે છે. નોંધનીય છે કે ભારતમાં હાલ કોરોના સંક્રમણના કારણે ૩ મે સુધી લૉકડાઉન લાગુ છે.

સિંગાપોર યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજી એન્ડ ડિઝાઇને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કોરોના વાઇરસને ફેલાવવાની ઝડપનું વિશ્લેષણ કર્યું છે. યુનિવર્સિટી મુજબ આ ડેટા દરદીના સાજા અને સંક્રમિત થવાના આધારે છે. આ વિશ્લેષણ જૈંઇને આધારિત છે. યુનિવર્સિટીએ લગભગ તે તમામ દેશોના ડેટાના આધારે રીસર્ચ કર્યું છે જ્યાં કોરોનાનું વધુ સંક્રમણ છે. ખાસ વાત એ છે કે તેના ડેટા આધારિત ગ્રાફને જોયા બાદ જાણવા મળ્યું કે ઇટલી અને સ્પેનમાં એ લગભગ સાચું પુરવાર થઈ રહ્યું છે. આ બન્ને દેશોમાં તે મેના પહેલા સપ્તાહમાં ખતમ થઈ શકે છે.

દેશમાં કોવિડ-૧૯ના કેસ બેગણા થવાની સરેરાશ દર હાલ ૯.૧ દિવસ છે. હાલ દેશમાં સંક્રમણથી મૃત્યુ દર ૩.૧ ટકા છે જ્યારે (સંક્રમિત) દરદીના સંક્રમણ મુક્ત થવાની ટકાવારી ૨૦ ટકાથી વધુ છે જે મોટા ભાગના દેશોની તુલનામાં સારી છે. દેશમાં લૉકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. દેશના ૧૧ રાજ્ય એવા છે જ્યાં દરદીઓનો આંકડો ૧૫૦ સુધીનો છે, પરંતુ હજુ સુધી એક પણ દરદીનું મોત નથી થયું.

singapore coronavirus covid19 international news