અમેરિકામાં કોરોનાથી 24 કલાકમાં 1800થી વધુનાં મોત

03 May, 2020 10:36 AM IST  |  Washington | Agencies

અમેરિકામાં કોરોનાથી 24 કલાકમાં 1800થી વધુનાં મોત

પ્રતીકાત્મક તસવીર

ચીનના વુહાનથી શરૂ થયેલું કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યું છે. અમેરિકામાં કોરોના પૉઝિટિવ કેસો સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ છેલ્લા કેટલાક દિવસોથી અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૦૦થી વધુ લોકોનાં મોત કોરોનાના કારણે થયાં છે.

જો કોરોના વાઇરસના આંકડા પર નજર નાખીએ તો જૉન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૮૮૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો ૬૪,૮૦૪ પર પહોંચી ગયો છે, જ્યારે અમેરિકામાં અત્યાર સુધી ૧૧,૦૩,૧૧૭ લોકો કોરોનાથી સંક્રમિત છે.

અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાના ગિલિયડની રેમડેસિવિર દવાને કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકાનાં રાજ્યોમાં ૧૭થી ૨૪ માર્ચ વચ્ચે લૉકડાઉન લાગુ થયું હતું. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું કે ૩૫ રાજ્યોમાં ફરીથી કામકાજ શરૂ કરવા માટે ઔપચારિક યોજનાઓ શરૂ કરી દેવામાં આવે છે. ટેક્સસ, મેઈને, અલ્બામા, ટેનેસી જેવાં રાજ્યોમાં શુક્રવારે જ લૉકડાઉન સમાપ્ત થયું છે.

washington united states of america coronavirus covid19 international news