અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 1.94 લાખ કેસ

22 November, 2020 10:05 AM IST  |  Washington | Agency

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 1.94 લાખ કેસ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાએ ગઈ કાલે ૧,૯૪,૦૦૦ નવા કોવિડ-19 કેસ નોંધાવી એક નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. હૉસ્પિટલમાં ૮૨,૦૦૦ લોકો દાખલ થયા હોવાનું ન્યુ યૉર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું.

ગયા અઠવાડિયે રોજના સરેરાશ ૧,૬૬,૨૭૨ કેસ નોંધાતા હતા જે બે અઠવાડિયાં પહેલાના રોજના સરેરાશ કેસની તુલનાએ ૭૩ ટકાની વૃદ્ધિ સૂચિત કરે છે. ન્યુ યૉર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ કેલિફોર્નિયામાં રાતોરાત કરફ્યુ લાદવામાં આવ્યો છે.

ન્યુ યૉર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે સાઉથ ડાકોટા, નોર્થ ડાકોટા, વ્યોમિંગ, આયોવા અને નેબ્રાસ્કા જેવાં રાજ્યો જ્યાં વાઇરસ સૌથી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે ત્યાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે કેટલાંક રાજ્યોના ગવર્નરે પ્રથમ જ વખત ઘરની અંદર પણ માસ્ક પહેરવાની શરૂઆત કરી દીધી છે.

ડોનલ્ડ ટ્રમ્પનો પુત્ર કોરોના પૉઝિટિવ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનલ્ડ જુનિયરનો કોરોના પૉઝિટિવનો રિપોર્ટ આવતાં તેણે પોતાને ક્વૉરન્ટીન કરી લીધો હતો.ડોનલ્ડના સેક્રેટરીએ કહ્યું કે આ અઠવાડિયાના આરંભે ડોનલ્ડની તબિયત બગડી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યાં પછી કોરોના પૉઝિટિવનો રિપોર્ટ આવતાં ડોનલ્ડે જાતે ક્વૉરન્ટીન અપનાવી લીધું હતું.

ડોનલ્ડ જુનિયરની પહેલાં તેના પિતા ડોનલ્ડ ટ્રમ્પ, તેમનાં પત્ની મેલાનિયા અને ટ્રમ્પના નાના પુત્ર બેરોનને પણ કોરોના થયો હતો.

united states of america coronavirus covid19 international news washington