બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોને કોરોનાનાં લક્ષણો

08 July, 2020 04:10 PM IST  |  New York, Beijing | Agencies

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોને કોરોનાનાં લક્ષણો

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો

વિશ્વભરમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં ૧ કરોડ ૧૭ લાખ ૫૬ હજાર કેસ નોંધાયા છે. ૫.૪૧ લાખ લોકોનાં મોત થયાં છે. ૬૭.૫૩ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બીજિંગમાં વિતેલા એક મહિનામાં પ્રથમવાર કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઑસ્ટ્રેલિયા તેના બે રાજ્ય વિક્ટોરિયા અને ન્યુ સાઉથ વેલ્સ વચ્ચે સરહદ સીલ કરશે. બે સપ્તાહમાં અહીં દેશના ૯૫ ટકા સંક્રમણના કેસ નોંધાયા છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં ૩૦.૪૧ લાખ કેસ નોંધાયા છે. ૧.૩૩ લાખ લોકોનાં મોત થયાં છે. ૧૩.૨૫ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા છે. બોલ્સોનારોએ એક ઇન્ટરવ્યુમાં આ વાત કરી છે. તેમણે પોતાની તમામ મિટિંગ કૅન્સલ કરી દીધી છે અને તેઓ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લઈ રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે જ પોતાનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ કરાવ્યો હતો, ત્યાર પછી તેમણે સ્વસ્થ હોવાનો દાવો કર્યો છે.

brazil coronavirus covid19 international news