દેશને થયેલા નુકસાનથી જર્મનીએ ચીનને ફટકાર્યું 130 અબજ યુરોનું બિલ

21 April, 2020 09:14 AM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

દેશને થયેલા નુકસાનથી જર્મનીએ ચીનને ફટકાર્યું 130 અબજ યુરોનું બિલ

પ્રતીકાત્મક તસવીર

બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા સાથે સૂર પૂરાવતાં જર્મનીએ પણ ચીન ઉપર વૈશ્વિક મહામારી ફેલાવવાનો આરોપ લગાવીને ૧૩૦ અબજ યુરોનું બિલ ફટકાર્યું છે. જર્મનીના એક અખબારના અહેવાલ અનુસાર, મહામારીને પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિશ્વને જોખમમાં નાખવા બદલ જવાબદાર ઠેરવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી હતી કે, જો ચીને ઇરાદાપૂર્વક આમ કર્યું હશે, તો તેણે ગંભીર પરિણામ ભોગવવું પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે, “જ્યારે આ સંક્રમણ શરૂ થયું, ત્યારે જ ચીનમાં તેને અટકાવી શકાયું હોત,”

આ મહામારીને કારણે જર્મનીમાં અંદાજિત ૧૩૦ અબજ યુરોનું નુકસાન થયું છે અને તેને લગતી યાદી ત્યાંના પ્રસિદ્ધ અખબાર “બિલ્ડ”માં પ્રકાશિત કરવામાં આવી છે, જે અનુસાર, વ્યક્તિદીઠ ૧૭૮૪ યુરોનું નુકસાન થયું છે અને દેશનો જીડીપી તળિયે બેસી ગયો છે. જર્મનીના આ વલણથી સમસમી ગયેલા ચીને તેને રાષ્ટ્રવાદને વેગ આપનારું અને વિદેશીઓ સાથે ભેદભાવ દાખવનારું પગલું ગણાવ્યું છે. ચીનમાંથી પ્રાપ્ત અહેવાલોના આધારે માલૂમ પડ્યું છે કે, તેણે આ ઘાતક વાઇરસના સંક્રમણના જોખમને છૂપાવવાની કોશીશ કરી હતી.

germany china italy coronavirus covid19 international news