ચીનમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, લક્ષણો વગરના 28 નવા કેસ નોંધાયા

28 May, 2020 09:31 AM IST  |  Beijing | Agencies

ચીનમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, લક્ષણો વગરના 28 નવા કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોના વાઇરસે ફરી માથું ઊંચકતાં એક કેસ સહિત ૨૮ એસિમ્પ્ટોમેટિક (લક્ષણો વગરના) ચેપના કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીએ આપેલી માહિતી મુજબ બુધવારે આ તમામ કેસ સામે આવ્યા હોવાનું જણાયું છે. નવા સામે આવેલા કેસ પૈકી મોટા ભાગના બાવીસ કેસ વુહાન શહેરમાંથી નોંધાયા છે. વુહાન શહેર અગાઉ કોરોના વાઇરસનું ઉદ્ભવ સ્થાન રહ્યું હતું. ચીનના નૅશનલ હેલ્થ કમિશન (એનએચસી)ના જણાવ્યા મુજબ કોરોનાનાં લક્ષણો સાથેનો એક કેસ તેમ જ ૨૮ લક્ષણો વગરના કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસ વધીને ૪૦૪ થઈ ગયા છે. આ તમામ કેસમાં ૨૭ વિદેશથી આવેલા લોકો છે જે તમામને મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ચીનમાં મોટા પાયે લક્ષણો વગરના કોરોનાના કેસની સંખ્યા વધતાં સત્તાધીશોએ ૧.૧૨ કરોડની વસ્તીનો ટેસ્ટ હાથ ધરાયો છે. 

china beijing international news coronavirus covid19