પ્રતિબંધો હટાવનાર દેશ સાવચેત રહે, સંક્રમણ ફરી ફેલાવાનું જોખમ છે: WHO

13 May, 2020 07:52 AM IST  |  Geneva | Agencies

પ્રતિબંધો હટાવનાર દેશ સાવચેત રહે, સંક્રમણ ફરી ફેલાવાનું જોખમ છે: WHO

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન

વિશ્વમાં ઘણા દેશોએ કોરોના મહામારીના કારણે લગાવેલા પ્રતિબંધોને હટાવવાની શરૂઆત કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવા દેશોને સાવચેત રહેવાની અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ઇમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઈક રેયાને કહ્યું હતું કે હવે અમને થોડી આશા નજરે પડી રહી છે. વિશ્વના ઘણા દેશો લૉકડાઉનને હટાવી રહ્યા છે, પરંતુ તેને લઈને વધારે સાવધાની રાખવાની જરૂર છે.

તેમણે કહ્યું કે જો બીમારી ઓછા પ્રમાણમાં હાજર રહે છે અને તેનાથી ક્લસ્ટર્સની ઓળખ કરવાની ક્ષમતા ન હોય તો હંમેશાં વાઇરસ બીજી વાર ફેલાવાનું જોખમ રહે છે. જે દેશ મોટા પ્રમાણમાં સંક્રમણ રોકવાની ક્ષમતા ન હોવા છતાં પ્રતિબંધો હટાવી રહ્યા છે, તેઓ માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે.

રેયાને કહ્યું કે મને આશા છે કે જર્મની અને દક્ષિણ કોરિયા નવા ક્લસ્ટર્સની ઓળખ કરી શકશે. આ બન્ને દેશમાં લૉકડાઉન હટાવ્યા પછી ફરીવાર સંક્રમણ ફેલાયું છે. આ બન્ને દેશમાં દેખરેખની વ્યવસ્થા પ્રશંસાને પાત્ર છે. સારું સર્વેલન્સ વાઇરસને ફરી ફેલાતું રોકવા માટે જરૂરી છે. અમે એવા દેશોનાં ઉદાહરણ સામે રાખીએ જે આપણી આંખો ખોલી રહ્યા છે અને પ્રતિબંધો હટાવવા ઇચ્છુક છે. અમુક દેશો આંખો બંધ રાખીને બીમારીથી બચવાની કોશિશ કરે છે.

geneva world health organization coronavirus covid19 international news