બ્રિટનમાં ફાઈઝરની વેક્સિનની મળી મંજૂરી, આવતા અઠવાડિયેથી લેવાશે ઉપયોગમાં

02 December, 2020 02:05 PM IST  |  Berlin | Gujarati Mid-day Online Correspondent

બ્રિટનમાં ફાઈઝરની વેક્સિનની મળી મંજૂરી, આવતા અઠવાડિયેથી લેવાશે ઉપયોગમાં

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષે 2019ના અંતમાં શરૂ થયેલો નૉવેલ કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે શરૂઆતથી જ અપેક્ષા હતી કે આ વર્ષે 2020ના અંત સુધીમાં આ વાઈરસને ખતમ કરવા માટે વેક્સિન તૈયાર થઈ જશે. UK Pfizer-BioNTechની COVID-19 વેક્સિનને મંજૂરી આપનાર વિશ્વનો પહેલો દેશ બ્રિટન છે. બ્રિટનમાં આવતા સપ્તાહથી વેક્સિન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે. ભારત સહિત લગભગ 180 દેશોમાં કોરોની વેક્સિનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પરંતુ, એ પણ સાચું છે કે ભારતમાં દરેકને કોરોનાની વેક્સિન આપવામાં આવશે નહીં.

હકીકતમાં કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે, કોરોના વેક્સિન બધા માટે નથી. રાજેશ ભૂષણને પૂછવામાં પણ આવ્યું હતું કે આખા દેશનું વેક્સિનેશન ક્યારે થશે. એના જવાબમાં રાજેશ ભૂષણે કહ્યું હતું કે, આખા દેશના રસીકરણની વાત સરકાર ક્યારે બોલ્યા નથી, હું આને એકદમ ક્લિયર કરવા માંગુ છું. હું વારંવાર એ કહું છું કે જે સાયન્સ સંબંધિત વિષય હોય છે, તે વિશેની વાસ્તવિક માહિતી જાણવી અને પછી તેનું વિશ્લેષણ કરવું સારું રહેશે. આખા દેશના રસીકરણની વાત ક્યારે પણ કહેવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે ભારતમાં ઑક્સફર્ડ કોરોના વેક્સિનનું નિર્માણ અને ટ્રાયલમાં ભાગીદારી ધરાવતી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા તરફથી કરવામા આવેલા ટ્રાયલમાં ચેન્નઈના એક સ્વયંસેવક પર ગંભીર અસરો જોવા મળી હતી, બાદ પીડિતાએ એસઆઈઆઈ પાસેથી 5 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. હવે એસઆઈઆઈએ એના વિરૂદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો છે. 

great britain united kingdom coronavirus covid19 international news