ચીનમાં કોરોનાનો ઉથલો: એક જ દિવસમાં 66 નવા કેસ નોંધાયા

14 June, 2020 02:31 PM IST  |  Beijing | Gujarati Mid-day Online Correspondent

ચીનમાં કોરોનાનો ઉથલો: એક જ દિવસમાં 66 નવા કેસ નોંધાયા

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)એ ચીનમાં ફરી ઉથલો માર્યો છે. અહીં એક જ દિવસમાં 66 નવા કેસ નોંધાયા છે. દરમિયાન એપ્રિલ બાદ આ એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો છે. ચીનમાં વધતા નવા કેસોએ વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. એક જ દિવસમાં ફરીથી વધારે કેસ નોંધાતા કોરોનાના બીજા રાઉન્ડનો ખતરો વધ્યો છે. બજારો, સ્કુલો વગેરે ફરી બંધ કરવામાં આવી રહ્યાં છે.

ચીનમાં નોંધાયેલા કેસ વિષે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું હતું કે, નવા નોંધાયેલા 66 કેસોમાંથી 36 કેસ તો રાજધાની બેઈજિંગમાં નોંધાયા હતા. લૉકલ કેસ આવતા ચીનમાં ફરી લૉકડાઉનનો ખેલ ખેલાયો છે. સરકારે લોકોને એક 11 માળના ક્વૉરન્ટીન સેન્ટરમાં ટ્રાન્સફર કરવા માટેના આદેશ આપ્યા છે. છેલ્લા બે મહિનામાં બેઇજિંગમાં પહેલી વાર આટલા બધા કેસ નોંધાયા છે. નવા કેસનોંધવાના પગલે મેડિકલ સ્ટાફને સચેત કરી દેવામાં આવ્યો છે. બેઇજિંગની કેટલીક બજારો બંધ કરવામાં આવી છે અને બજારોની ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં શહેરની સુપર માર્કેટ, ગોડાઉન અને બજારોમાં સેનેટાઇઝેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

દરમિયાન રાજધાની બેઇજિંગમાં વધતા કેસના પગલે રવિવારે સવાર સુધીની માહિતી મુજબ 9 શાળાઓ અને કિંડર ગાર્ડન ફરીથી બંધ કરી દેવામાં આવ્યા છે. સમૂહ ભોજન અને સામૂહિક પ્રવાસો પર ફરી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

coronavirus covid19 international news china beijing