Coronavirus:સામે આવ્યું કોરોનાનું વધુ એક લક્ષણ, ગૂગલ સર્ચ પર ટ્રેન્ડિંગ

07 April, 2020 05:43 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus:સામે આવ્યું કોરોનાનું વધુ એક લક્ષણ, ગૂગલ સર્ચ પર ટ્રેન્ડિંગ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાયરસને લઈને આખા વિશ્વમાં ભયનો માહોલ છે. દરમિયાન, તાજેતરની રિપોર્ટમાં આના નવા લક્ષણ સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, આંખમાં દુઃખાવો પણ કોરોના વાયરસનું એક નવું લક્ષણ છે. ખાસ વાત એ છે કે આ લક્ષણ તે દરદીઓમાં જોવા મળ્યું છે, જેમાં કોરોના વાયરસની અસર ખૂબ જ વધારે હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરદી, છીંક, ઉધરસ, અને ખૂબ જ તાવ કોરોના વાયરસના સામાન્ય લક્ષણો માનવામાં આવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આને કોરોના વાયરસના લક્ષણોમાં સામેલ કર્યા છે, પણ કેટલાય એવા દરદીઓ સામે આવ્યા છે, જેમાં ખૂબ જ જૂદાં લક્ષણો મળ્યા છે.

પહેલા મળ્યા આ લક્ષણો
કોરોના વાયરસ પીડિત એક મહિલાએ જણાવ્યું કે સંક્રમણની શરૂઆતમાં તેની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. તો સેંકડો દરદીઓએ જણાવ્યું કે તે સૂંઘવા અને સ્વાદ ચાખવાની ક્ષમતા ખોઈ ચૂક્યા હતા.

હવે ગૂગલ સર્ચમાંથી આવેલી ખાસ માહિતી ડેટા સાઇન્ટિસ્ટ ડાવિડોવિટ્ઝ જણાવે છે કે ગૂગલ પર સર્ચ કરવાથી કોરોનાવાયરસા અન્ય દરદીઓના અનુભવ સામે આવી રહ્યા છે. આથી આ પણ ખ્યાલ આવે છે કે કેવી રીતે કેટલાક લોકોને કોરોના વાયરસના ખૂબ જ જુદાં લક્ષણોનો અનુભવ થઈ રહ્યો છે. આથી સ્વાસ્થ લોકોને બીમારીથી બચવામાં મદદ મળશે.

જાણો ગૂગલ પર શું સર્ચ કરે છે લોકો
ધ ન્યયૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત એક પોસ્ટમાં સ્ટીફન્સ ડાવિડોવિટ્ઝે લખ્યું છે, તાજેતરમાં લોકોએ સૂંઘવા અને સ્વાદની ક્ષમતા ઓછી થવાને ખૂબ જ સર્ચ કરી છે. અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ન્યૂયૉર્ક, મિશીગન, લૌસિઆના અને ન્યૂ જર્સીમાંથી આ સૌથી વધારે સર્ચ થયું છે. અનુસંધાનકર્તાઓનું માનવું છે કે આ વિસ્તારોમાં 30થી 60 ટકા મામલા આ લક્ષણના મળ્યા છે.

coronavirus covid19 google technology news health tips