લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યુ, તો પોલીસે કરી યુવતીને Kiss, વીડિયો

20 February, 2021 03:16 PM IST  |  Peru | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યુ, તો પોલીસે કરી યુવતીને Kiss, વીડિયો

પ્રતીકાત્મક તસવીર

Peruમાં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. હકીકતમાં, પેરુમાં કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ નિયમોને તોડવા પર સજા અથવા દંડની જોગવાઈ છે. આ દરમિયાન ત્યાં એક યુવતીએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું છે અને ત્યાં તૈનાત પોલીસે એના પર દંડ ફટકારવાને બદલે કિસ લઈને તેને છોડી દીધો હતો. મામલો દબાઈ પણ જતે, પરંતુ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોના વાઈરલ થવા પર મામલો ધ્યાનમાં આવી ગયો છે. તે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાઈરસના પ્રસારને જોતા યૂરોપ સહિત ઘણા દેશોમાં અત્યારે પણ લૉકડાઉનની જોગવાઈ અકબંધ છે. પેરૂમાં પણ કોરોનાના પ્રસારને જોતા કર્ફ્યૂ ચાલુ છે.

ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર યુવતી અને પોલીસ કર્મચારી કિસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયોમાં યુવતી પોલીસ કર્મચારીના નજીક આવતી જોવા મળી રહી છે, જ્યારે અધિકારી એક નોટપેડ પર કોરોના નિયમોના ઉલ્લંઘનને લઈને જાણકારી લખતા દેખાઈ રહ્યા છે. જોકે થોડા સમય બાદ પોલીસ કર્મચારી અને યુવતી બન્ને એક બીજાને કિસ કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોને એક સ્થાનિક ટીવી ચૅનલે વાઈરલ કરી દીધો છે. ત્યારબાદ રાજધાની લિમામાં મિરાફ્લોરેસ જિલ્લાના મેયરે પોલીસ કર્મચારીએ કહ્યું કે યુવતીએ સામાજિક અંતરના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ તેણે માસ્ક કાઢીને નિયમોની પણ અવગણના કરી છે.

peru international news coronavirus covid19