RJ Harshilના લીધે ગ્રીસમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને મળી મદદ

10 April, 2020 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

RJ Harshilના લીધે ગ્રીસમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને મળી મદદ

RJ હર્ષિલ

કોરોના વાયરસ (COVID-19)એ આખા દેશમાં કહેર વર્તાવ્યો છે. તેના કારણે વિદેશના દરેક ખુણામાં અનેક ભારતીય અને ભારતીય વિદ્યાર્થીઓ અટવાયા છે. ગ્રીસના એથેન્સમાં અટવાયેલા આવા એક ભારતીય ગુજરાતી વિદ્યાર્થીએ 'Radio City' ના RJ Harshil નો સંપર્ક કર્યો હતો અને RJ હર્ષિલે તેમનો અવાજ વડાપ્રધાન અને ગુજરાત સરકાર દ્વારા ગ્રીસની ઈન્ડિયન એમ્બેસી સુધી આ વિદ્યાર્થીઓનો અવાજ પહોચાડયો હતો.

ગ્રીસમાં સ્ટુડન્ટ્સ વિઝા પર ગયેલા ગુજરાતના ધૈર્ય શાસ્ત્રીએ રેડિયો સિટીના RJ હર્ષિલને લખેલા મેઈલમાં લખ્યું હતું કે, 'ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી સ્ટુડન્ટ્સ વિઝા પર આવેલા મારા મિત્રો અને હું અમે લગભગ 15 કરતા વધુ જણ અહીંયા ફસાઈ ગયા છે. અમારો અવાજ ભારત સરકાર સુધી પહોચાડવા માટે અમને તમારી મદદની જરૂર છે. અમે અહીં ગ્રીસમાં અટવાઈ ગયાં છીએ. ગયા અઠવાડિયે જનતા કર્ફ્યુની પહેલા હું અમારી હૉસ્ટેલની સામે આવેલી ઈન્ડિયન એમ્બેસીમાં પણ જઈ આવ્યો. પરંતુ ત્યાંથી અમને કોઈ સરખો જવાબ નથી આપતા. બીજું અહીંયા બધુ જ બંધ હોવાથી અમારી પાસે ટકી રહેવા માટે અને ખર્ચા કરવા માટે પૈસા પણ નથી. એટલે હું તમને વિનંતી કરું છું કે તમે અમારી મદદ કરો. અમારો અવાજ ગુજરાત સરકાર અને ભારત સરકાર સુધી પહોચાડો.'

ધૈર્યએ મોકલેલો આ મેસેજ RJ હર્ષિલે 26 માર્ચે ટ્વીટર પર પોસ્ટ કર્યો અને તેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતના વિદેશ પ્રધાન સુબ્રમન્યમ જયશંકરને ટેગ કર્યા હતા અને લખ્યું હતું કે કદાચ આપણે આ લોકોની કાંઈક મદદ કરી શકીએ. આ એકત્રિત પ્રયાસ બાદ ગઈકાલે સોમવારે સવારે ગ્રીસ એમ્બેસીએ વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે, અમે તમારું ધ્યાન રાખીશુ ચિંતા કરવાની જરૂર નથી. ગ્રીસ એમ્બેસીમાંથી વિદ્યાર્થીઓને બોલાવ્યા બાદ ધૈર્યએ આરજે હર્ષિલનો મદદ કરવા બદલ આભાર માન્યો હતો.

RJ હર્ષિલે વિદેશ પ્રધાન સુબ્રમન્યમ જયશંકરનો પણ આભાર માન્યો હતો. આર જે હર્ષિલે પોતાનો આ અનુભવ શેર પણ કર્યો હતો જુઓ વીડિયો.

સારું કામ કરવા માટે બસ મનમાં દાનત હોવી જરૂરી છે બીજું કંઇ જરૂરી નથી. 

coronavirus covid19 radio city greece international news