Coronavirus Outbreak:અમેરિકાના લોકોને 1લાખ Body Bags આપવામાં આવી રહી છે

03 April, 2020 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak:અમેરિકાના લોકોને 1લાખ Body Bags આપવામાં આવી રહી છે

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે આખી દુનિયાની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. ઈટલી અને અમેરિકા જેવા ડૅવલપ્ડ દેશો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના 2,45,380 કેસ નોંધાય છે અને 6,095 લોકો મૃત્યુ પામ્યા છે. હજી પણ પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતાઓ છે. એટલે પેંટાગોને નિર્ણય કર્યો છે કે, એક લાખ મિલેટ્રી સ્ટાઈલ બૉડી બેગ્સ નાગરિકોને આપવી.

સંરક્ષણ વિભાગને નિર્દેશિત કરતા ઈન્ટરજન્સી ગ્રુપે ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીને હ્યુમન રિમેન્સ પાઉચ્સ તરીકે ઓળખાતી 1,00,000 બૉડી બેગ્સની મોકલવાનિ વિનંતી કરી છે. એક અહેવાલ મુજબ, પેન્ટાગોન પાસે 50,000 બૉડી બેગ્સનો સ્ટૉક છે પરંતુ હજી વધારે ખરીદવાની તેમની ઈચ્છા છે. કોરોનાને લીધે મેડિકલ ફેસેલિટી પર દબાવ ન પડે એટલે આ નિર્ણય લેવાયો છે. બૉડી બેગ્સ સામાન્ય રીતે યુધ્ધના વિસ્તારોમાં વિતરિત કરવામાં આવે છે. યુધ્ધના મેદાનમાંથી કે અકસ્માતના સ્થળેથી શબને લઈ જવા માટે બોડી બેગ્સનો ઉપયોગ થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે, આવનાર બે અઠવાડિયા વધુ મુશ્કેલી ભર્યા હશે. જે આપણી ધીરજની પરીક્ષા લેશે. ટ્રમ્પે કહ્યું હતું કે આવનારા સમયમાં અમેરિકામાં બે લાખ જેટલા લોકોનું મૃત્યુ થવાની સંભાવના છે. આ બધા પગલા ધ્યાનમાં રાખીને તૈયારી થતી હોય તેવું લાગે છે.

coronavirus covid19 united states of america donald trump