આર્થિક પડકારમાંથી દેશને ઉગારવાની ચિંતા, જર્મનીના પ્રધાને કરી આત્મહત્યા

30 March, 2020 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્થિક પડકારમાંથી દેશને ઉગારવાની ચિંતા, જર્મનીના પ્રધાને કરી આત્મહત્યા

થોમસ શેફર

કોરોના વાઈરસને પગલે ઉદભવેલી  તંગ આર્થિક સ્થિતિમાંથી અર્થતંત્રને કેવી રીતે બચાવવું તેની ચિંતાથી વ્યગ્ર બની ર્મનીના હેસે સ્ટેટના નાણાં પ્રધાન થોમસ શેફરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે આત્મહત્યા કરી હોવાના સમાચાર રવિવારે સ્ટેટ પ્રિમિયર વોકર બોફિયરે આપ્યા હતા. 54 વર્ષીય શેફર શનિવારે એક રેલવે ટ્રેક નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા.  વેઈસબેડન પ્રોસિક્યુશનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમણે આત્મહત્યા કરી લીધી હોય તેવુ માનવામાં આવે છે.

હેસે જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટનું ગૃહરાજ્ય છે. શેફર છેલ્લા દસ વર્ષથી હેસ રાજ્યના નાણાં પ્રધાન છે. કોરોનાની મહામારીની આર્થિક અસરને ખાળવા માટે તેમજ આવા કપરા સમયમાં કંપનીઓ અને મજુરોને મદદરૂપ થવા દિવસ રાત કામ કરી રહ્યાં હતા ત્યારે તેમણે અત્માહત્યાનું પગલું ભર્યું એ બહુ નવાઈની વાત છે.

કોરોના વાયરસ (COVID-19) આ માહામારી ખરેખર આખા વિશ્વને લઈ ડુબશે એવું લાગી રહ્યું છે.

coronavirus covid19 international news germany