કોરોના કહેર: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની હાલત લથડી, ICUમાં દાખલ

07 April, 2020 08:06 AM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

કોરોના કહેર: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની હાલત લથડી, ICUમાં દાખલ

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની હાલત લથડ્યા બાદ એમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે.જોનસનના કાર્યાલયે આ જાણકારી આપી છે. પીએમમઓથી મળેલી જાણકારી અનુસાર પીએમને સારામાં સારો સારવાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. એમને આઈસીયૂમાં દાખલ કરવાની જાણકારી મહારાણીને પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે બોરિસ જોનસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર જોનસનને શ્વાસ લેવાની તકલીફના ચાલતા આ પગલું ભરવામાં આવ્યું. આઈસીયૂમાં શિફ્ટ કર્યા બાદ સોમવારે બપોરે એમને ઑક્સીજન લગાવ્યું હતું. સારા સમાચાર એ છે કે એમને વેન્ટિલેટર લગાવવામાં નથી આવ્યું.

ડૉક્ટરો મુજબ તેઓ હોશમાં છે પરંતુ એમની હાલત બપોર બાદ સારી નથી. તેમના કહેવા મુજબ જોહસનને સાવચેતી રૂપે આઈસીયૂમાં ખસેડવામાં આવ્યા છે. જોકે ડૉક્ટરે એ વાત પણ નકારી દીધી છે કે જરૂરત પડવા પર જ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવી શકે છે.

international news coronavirus covid19 london