અમેરિકામાં મહામારીની માર: કોરોનાથી 24 કલાકમાં 2600નાં મોત

17 April, 2020 10:08 AM IST  |  Washington | Agencies

અમેરિકામાં મહામારીની માર: કોરોનાથી 24 કલાકમાં 2600નાં મોત

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કોરોના વાઇરસના કેસ એની ટોચથી વધુ વધી ગયા છે અને હવે આગામી દિવસોમાં કેટલાંક સ્ટેટ્સને પુનઃ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે એમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૬,૪૪,૦૦૦ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ૩૦,૮૪૪થી વધુ લોકોનાં મોત થયાં છે. કોરોના વર્લ્ડોમીટર મુજબ યુએસમાં કોઈ પણ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. અમેરિકાની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૨૬૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અગાઉ બુધવારે કોરોના વાઇરસને કારણે યુએસમાં ૨૨૨૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક દિવસમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ મોત થયાં છે. બુધવારે કોરોના વાઇરસ વિશેની માહિતી આપતાં ટ્રમ્પે જણાવ્યું કે ગુરુવારે યુએસમાં કેટલાંક સ્ટેટ્સને રીઓપન કરવાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે અને અમેરિકાના અર્થતંત્રને પુનઃ પાટા પર લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

washington coronavirus covid19 international news