જપાનમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૦૦ કેસ પૉઝિટિવ આવતાં હડકંપ

10 April, 2020 02:20 PM IST  |  Mumbai Desk

જપાનમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૦૦ કેસ પૉઝિટિવ આવતાં હડકંપ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસે સૌથી વધારે તબાહી યુરોપમાં મચાવી અને હવે ત્યાં સ્થિતિ સ્થિર છે, પણ ચિંતાની વાત એ છે કે હવે આ વાઇરસ ફરી એશિયામાં તોફાન મચાવવા તૈયાર થયો છે. ચીનમાં શરૂ થયેલો વાઇરસ ભારત અને જપાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હાલ તો જપાનની હાલત ખૂબ જ ગંભીર છે. અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે ગુરુવારે ૨૪ કલાકમાં ૫૦૦ નવા પૉઝિટિવ કેસ આવતાં જપાનમાં હડકંપ મચી ગયો છે.

જપાનમાં મૃત્યુદર સૌથી ઓછો હોવાના કારણે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. આ કારણે જ જપાનના પ્રધાન મંત્રી શિંજો આબેએ ૭ જગ્યા પર કટોકટી લાદી દીધી છે. જોકે આ લૉકડાઉન નથી જેથી સ્થિતિ હજી બગડી શકે એવી આશંકા સેવવામાં આવી રહી છે. જપાનમાં સૌથી વધારે સંખ્યામાં વૃદ્ધો છે. દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા જપાનની કંપનીઓએ પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહી દીધું છે. ત્યાં સુધી કે ટોક્યાના રસ્તાઓમાં પણ લોકો સામાન્ય દિવસોની માફક જ દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જપાનમાં ૪૬૬૭ લોકો કોરોના પૉઝિટિવ થઈ ચૂક્યા છે જેમાંથી ૯૪ લોકોનાં મોત થઈ ગયાં છે.

international news coronavirus covid19 japan