અમેરિકામાં 24 કલાકમાં 1900થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો

21 April, 2020 09:14 AM IST  |  Washington | Agencies

અમેરિકામાં 24 કલાકમાં 1900થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો

ફાઈલ ફોટો

અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા દિવસો જતા વધી રહી છે. અહીં આ ચેપને કારણે મૃત્યુ આંક ૪૦,૦૦૦ ને વટાવી ગયો છે. રવિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં ૪૦,૦૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ કોરોના વાઇરસને કારણે કોઈ પણ દેશમાં મૃત્યુનો સૌથી વધુ દર અહીં જ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસને કારણે પહેલું મૃત્યુ ૨૯ ફેબ્રુઆરીએ યુ.એસ.માં થયું હતું, તેવામાં ૩૮ દિવસમાં અહીં મૃત્યુની સંખ્યા ૪૦,૦૦૦ ને વટાવી ગઈ છે. ૬ એપ્રિલે અહીં ૧૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ પછીનાં પાંચ દિવસોમાં મૃત્યુ આંક ૨૦,૦૦૦ ને વટાવી ગયો. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો અમેરિકામાં ૧૯૯૭ લોકોનાં મોત નીપજ્યાં છે.

યુ.એસ.માં મૃત્યુની સંખ્યા માત્ર ચાર જ દિવસોમાં ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ સુધી પહોંચી ગઈ. વિશ્વના કોઈ પણ દેશમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં આ સૌથી વધુ મૃત્યુ થયાં છે. અહીં ચેપગ્રસ્ત લોકોની વાત કરીએ તો તે ૭.૫ લાખ છે. અહીં આ આંકડો માત્ર ૧૩ દિવસમાં બમણો થઈ ગયો છે. શનિવારે ૨૯,૦૦૦ ચેપગ્રસ્ત લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ વાઇરસને કારણે યુ.એસ.માં લૉકડાઉન થઈ રહ્યું છે, જેના કારણે અહીંની અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકોએ તેમનો રોજગાર ગુમાવ્યો છે.

લગભગ ૨૨ મિલ્યન લોકોએ તેમની નોકરી ગુમાવી છે અને આ લોકોએ પોતાને બેરોજગાર જાહેર કર્યા છે અને સરકારી મદદ માટે વિનંતી કરી છે. વળી યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમે મોટી સંખ્યામાં ટેસ્ટ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે ટૂંક સમયમાં જ અમે આર્થિક પ્રવૃત્તિ ફરીથી શરૂ કરીશું. વળી અમેરિકામાં એક વિભાગ છે જે લૉકડાઉનને દૂર કરવાની માગ કરી રહ્યું છે અને તે માટે દેખાવો કરી રહ્યું છે. આ લોકો ઘરે રહેવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

washington coronavirus covid19 united states of america international news