કોરોના વાઇરસથી વૈશ્વિક સ્તરે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે: WHO

10 June, 2020 12:23 PM IST  |  Geneva | Agencies

કોરોના વાઇરસથી વૈશ્વિક સ્તરે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના પ્રમુખે ફરી ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીની સ્થિતિ વૈશ્વિક સ્તરે વધુ બગડી રહી છે. બીજી બાજુ યુરોપમાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.

એક પત્રકાર પરિષદ દરમિયાન પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે જણાવ્યું કે રવિવારે આવેલા ૭૫ ટકા કેસ અમેરિકા અને દક્ષિણી એશિયાના ૧૦ દેશોમાંથી આવ્યા હતા. પાછલા દસ દિવસોમાં નવ દેશોમાંથી એક લાખથી વધુ કેસ સામે આવી ચૂકયા છે. રવિવારે ૧,૩૫,૦૦૦ કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીના સૌથી વધુ

ટ્રેડ્રોસે કહ્યું કે આફ્રિકાના અનેક દેશોમાં વાઇરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યાં સુધી કે અનેક દેશોમાં કેસ ૧૦૦૦થી ઓછા છે આમ છતાં ત્યાં સંખ્યા વધતી જઈ રહી છે.

ડબ્લ્યુએચઓએ કહ્યું કે આ દરમિયાન દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઇરસના કેસમાં સકારાત્મક સંકેતો પણ જોવા મળ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક મોટા નિષ્ણાતે કહ્યું કે ભારતમાં હજી કોરોના વિસ્ફોટ થયો નથી, પરંતુ આવું થવાનો ખતરો જરૂર તોળાઈ રહ્યો છે. માર્ચમાં લાગુ કરાયેલા લૉકડાઉનને ખતમ કરવામાં આવી રહ્યો છે એથી કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે.

geneva world health organization international news coronavirus covid19