Coronavirus: ટ્રમ્પ કહે છે કે WHOનું વલણ ચીન તરફી છે

08 April, 2020 02:29 PM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: ટ્રમ્પ કહે છે કે WHOનું વલણ ચીન તરફી છે

WHO પર રોષે ભરાયા ચે ટ્રમ્પ પણ તરત બાજી પલટી પણ નાખી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના ફંડ રોકી દેવા જોઇએ એમ કહ્યું.તેમણે WHO ચીન લક્ષી છે અને યુએસએ પાસેથી મદદ લેતી હોવા છતા પણ આ સંસ્થા તેમણે મૂકેલા ટ્રાવેલ પ્રતિબંધનો વિરોધ કરે છે.

ધમકી આપવામાં એક્સપર્ટ ટ્રમ્પે આવું બોલ્યા પછી ઘડીનાં છઠ્ઠાભાગમાં જ પોતાનું વિધાન બદલ્યું. માર્ચ મહીનામાં પણ ટ્રમ્પે આ પ્રકારે કહ્યું હતું કે WHOનુ વલણ શરૂઆતમાં પક્ષપાતી હતું અને આના કારણે ઘણાં દેશોને માઠું લાગ્યું છે.WHOના વડા ટેડ્રોસે કોરોનાને મામલે એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી જેમાં કહ્યું હતું કે તેઓ પ્રવાસ કે વ્યાપાર પર બંધી કરવા નથી માગતા પણ એરપોર્ટ પર પ્રવાસીઓનું સ્ક્રિનિંગ તો થવું જ જોઇએ. ત્યારે ચીનમાં માત્ર 600 કેસ સામે આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા. ત્યાર પછી કોરોના વાઈરસ અમેરિકા, જાપાન, દ. કોરિયા, સિંગાપુર, થાઈલેન્ડ અને સાઉદી અરબમાં પ્રસર્યો. જોકે બે ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ ચીનમાંથી આવનાર પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ચીનમાંથી આવનાર અમેરિકન નાગરિકોને 14 દિવસ ક્વોરન્ટિન કરવાનું ફરજીયાત કરી દીધું હતું.

coronavirus covid19 united states of america donald trump world health organization