રશિયાની કોરાનાની રસી સલામત છે

05 September, 2020 01:27 PM IST  |  Moscow | Agencies

રશિયાની કોરાનાની રસી સલામત છે

પ્રતીકાત્મક તસવીર

રશિયા દ્વારા ગયા મહિને મંજૂરી આપવામાં આવેલી કોવિડ-19ની રસી સ્પુતનિક-5નાં નાના પાયે કરવામાં આવેલાં માનવીય પરીક્ષણોમાં કોઈ ગંભીર કે વિપરીત પરિણામો જોવા મળ્યાં નથી એમ ધ લેન્સેટ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત થયેલાં પ્રાથમિક પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું.

પ્રારંભિક તબક્કામાં કુલ 76 લોકો પર કરવામાં આવેલાં પરીક્ષણોનાં પરિણામો દર્શાવે છે કે રસીએ 21 દિવસની અંદર તમામ સહભાગીઓમાં ઍન્ટિબૉડી રિસ્પૉન્સ પ્રેરિત કર્યા હતા.

પરીક્ષણનાં ત્યાર બાદનાં પરિણામો સૂચવે છે કે રસીએ 28 દિવસોની અંદર ટી-સેલ રિસ્પૉન્સ ઉત્પન્ન કર્યો હતો.

બે ભાગની વૅક્સિનમાં એડિનોવાઇરસ ટાઇપ-26 અને એડિનોવાઇરસ ટાઇપ-5નો સમાવેશ થાય છે.

જ્યારે એડિનોવાઇરસ વૅક્સિન્સ લોકોના કોશોમાં પ્રવેશે છે ત્યારે એ સાર્સ-કોવ-2 સ્પાઇક પ્રોટીન જિનેટિક કોડ પહોંચાડે છે, જેને પગલે કોશો સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે તેમ રશિયા સ્થિત ગેમાલિયા નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર એપિડેમિઓલૉજી ઍન્ડ માઇક્રોબાયોલૉજી ખાતે અભ્યાસના લેખક ડેનિસ લોગુનોવે
જણાવ્યું હતું.

moscow russia coronavirus covid19 international news