અહીં ડૉક્ટરો ઉઘાડે શરીરે કરે છે ઈલાજ, કારણ છે કોરોના વાઇરસ

05 May, 2020 02:42 PM IST  |  Germany | Gujarati Mid-day Online Correspondent

અહીં ડૉક્ટરો ઉઘાડે શરીરે કરે છે ઈલાજ, કારણ છે કોરોના વાઇરસ

ડૉક્ટર્સ

તમને બધાને ખબર તો હશે જે કોરોના વાઈરસ નામનો આતંક વુહાનથી શરૂ થયો છે. ધીમે ધીમે આ વાઈરસ આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે. આ વાઈરસથી અત્યાર સુધી દુનિયામાં સંક્રમિતોની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ છે. સાથે મોતનો આંકડો પણ આસમાને પહોંચી ગયો છે. આ વાઈરસથી લડવા માટે અત્યાર સુધી કોઈ દવા નથી બની અને સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું એકમાત્ર ઉપાય છે. એવામાં વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેથી આ ચેપ આગળ નહીં ફેલાય.

બધા પોતાના ઘરમાં કેદ છે, પરંતુ જે લોકોને કોરોના વૉરિયર્સનું નામ આપવામાં આવ્યું છે, જે પોતાનો જીવ જોખમમાં નાખીને કોરોના સામે લડી રહ્યા છે. પરતું એ વૉરિયર્સનું શું જેને સુવિધા જ નથી મળી રહી અને જીવ જોખમમાં મૂકાયો છે. કેટલાક દેશોમાં તો ડૉક્ટર્સ અને નર્સ પણ કોરોના વાઈસથી સંક્રમિત થઈ ગયા છે, જ્યારે કેટલાકના તો આ વાઈરસે જીવ લઈ લીધા છે.

વાત કરીએ જર્મનીના ડૉક્ટર્સે સરકાર પાસેથી પીપીઈ કિટ્સની ડિમાન્ડ કરતા વિરોધ પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વિરોધની રીત એકદમ અલગ રહી છે. જુઓ કેવી રીતે જર્મીનના ડૉક્ટર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક ડૉક્ટરે કોરોનાથી લડવા માટે પીપીઈ કિટ્સના મળવા પર નોકરી છોડી દીધી છે. પરંતુ જર્મનીના ડૉક્ટરના તો અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે.

જર્મનીના ડૉક્ટરો પોતાની નેક્ડ સેલ્ફી સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. કારણ એવું છે કે જ્યારે એમને પીપીઈ કિટ્સ નથી મળતી ત્યારે આવું જ કઈ ફિલ થાય છે. જ્યારે એક ડૉક્ટરનું કહેવું છે કે જાન્યુઆરીમાં જ્યારે પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો ત્યારથી કિટ્સની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. જે અત્યાર સુધી પૂરી કરવામા આવી નથી. મેડિકલ ટીમે માસ્ક, ગોગલ્સ, ગ્લવ્ઝની ઘણી ઓછી સપ્લાય કરી છે.

એવામાં આ ડૉક્ટરોને આવી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. સાથે એમનું કહેવું છેકે ઈક્વિપમેન્ટ વગર એમને કોરોના દર્દીનો ઈલાજ કરવો પડે છે, ત્યારે એવું જ લાગે છે જેવું કપડા પહેર્યા વિના માણસને ફીલ થાય છે. વિરોધની આ પદ્ધતિ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચિત છે. સાથે ડૉક્ટરનું એવું પણ કહેવું છે કે પીપીઈ કિટ વગર કોરોના સંક્રમિતનો ઈલાજ કરવો ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે ડૉક્ટરો કપડા પહેર્યા વગર અને હાથમાં સ્ટેથૉસ્કોપ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે, જેથી એમને કિટનો લાભ મળે અને પૂરતી માંગ મળે.

germany coronavirus covid19 international news